તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા શાક માર્કેટમાં ધંધાર્થીઓ બાંકડા પર વ્યવસ્થિત બેસશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલા પાલિકા નજીક આવેલ શાકમાર્કેટમા ખરીદી માટે આવતા લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે અહી પાલિકા તંત્ર દ્વારા નીચે બેસીને શાકભાજી વેચતા વેપારીને બાકડા ઉપર બેસવાની વ્યવસ્થા કરાવી તેમજ આગામી દિવસોમા અહી સફાઇ સહિતની ઝુંબેશ હાથ ધરવામા આવશે.

રાજુલા નગરપાલિકાની નજીક આવેલ શાકમાર્કેટમાં વર્ષોથી બકાલાના વેપારીઓ આડેધડ બેસી જતા હતા. અને ઠેરઠેર મહિલાઓ પણ નીચે બેસીને વેપાર ધંધો કરી રહી હતી જેને પગલે અહી આવતા લોકોને ટ્રાફિકના કારણે ચાલવુ પણ મુશ્કેલ બન્યું હતુ. આ ઉપરાંત અહી સફાઇના અભાવે પણ લોકોને હાડમારી વેઠવી પડી રહી હતી.

આ અંગે મહિલાઓ દ્વારા પાલિકાના કાર્યકારી પ્રમુખ કનુભાઇ ધાખડાને રજુઆત કરાઇ હતી. જેને પગલે પ્રવિણભાઇ વાઘેલા, ઘનશ્યામભાઇ સહિત સભ્યોની ટીમ દ્વારા અહી તપાસ કરવામા આવી હતી.

ચીફ ઓફિસર ઉદયભાઇ નસીતે જણાવ્યું હતુ કે સફાઇ અભિયાન વધુ આદરવામા આવશે અને જયાં ત્યાં કચરો ફેંકવામા આવશે તેની સામે પણ દંડની કાર્યવાહી કરવામા આવશે. ટુંક સમયમાં સફાઈ અભિયાન વધુ આદરવામાં આવશે. આ કામગીરીથી મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન બાંભણિયા તથા બકુલભાઈ વોરાએ નગરપાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો