તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં સાવકા પિતાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટની ભાગોળે રહેતી 16 વર્ષની સગીરાનું પેટ મોટું દેખાવા લાગતાં તેની માતા તેને હોસ્પિટલે લઇ ગઇ હતી, સગીરા સગર્ભા હોવાનું ખુલતાં માતા સ્તબ્ધ થઇ ગઇ હતી, અને જ્યારે તેના જ પતિએ દુષ્કર્મ આચર્યાની વાત સાંભળી ત્યારે મહિલાના પગતળેથી જમીન ખસી ગઇ હતી. મહિલાના બીજા લગ્ન હતા અને સગીરા પર બે વર્ષથી તેનો સાવકો પિતા જ શારીરિક અત્યાચાર ગુજારતો હતો, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

નવાગામ નજીક રહેતી પુત્રીનું કેટલાક દિસવથી પેટ મોટું દેખાતાં તેની માતા બે દિવસ પૂર્વે સગીર પુત્રીને લઇને નજીકના દવાખાને લઇ ગઇ હતી. તબીબોએ સગીરાને તપાસીને કહ્યું હતું કે, સગીરા સગર્ભા છે અને તેને ચોથો મહિનો ચાલે છે. આ સાંભળી મહિલા સ્તબ્ધ થઇ ગઇ હતી. પુત્રીને ઘરે લઇ જઇને મહિલાએ તેને પૂછપરછ કરતાં સગીરાએ માતા સમક્ષ આપવીતી કહેતા કહ્યું હતું કે, તેનો સાવકો પિતા મારી નાખવાની ધમકી આપીને બે વર્ષથી તેના પર બળાત્કાર ગુજારતો હતો.

શહેરની ભાગોળે નવાગામ નજીકની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો