તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડી તાલુકામાં 2400 વ્યક્તિએ 1 જ પોલીસકર્મી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડી તાલુકાનો સમયની સાથે વિવિધ ક્ષેત્રે વિસ્તાર થયો છે. પરંતુ પ્રજાની રક્ષણની જવાબદારી જેમના શીરે છે. એવું પોલીસ તંત્ર ઠેરનું ઠેર છે. 2001થી અત્યાર સુધીમાં પાટડી તાલુકામાં 15% વસ્તી વધી છે. જ્યારે પોલીસ ચોપડે આજેય 60%ની ઘટ નોંધાયેલી છે. જ

પાટડી તાલુકાનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વિકાસ વધવાની સાથે તાલુકાની વસ્તી પણ કુદકેને ભ્રુસકે વધી રહી છે. બીજી બાજુ વસ્તી વધવાના કારણે ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી સહિતના ગુનાહાઓમાં ચોંકાવનારો વધારો થયો છે. તેના લીધે ક્રાઇમ રેટ પણ વધી રહ્યો છે. પાછલા કેટલાક દિવસોથી પાટડીમાં બંધ મકાનોના તાળા તૂટવા સહિત ચોરી, લૂંટફાટ અને ખંડણીના બનાવો ચિંતાજનક રીતે વધ્યા છે. આવા સમયે સ્વાભાવિક છે કે નાગરિકો સલામતી માટે પોલીસ પાસે અપેક્ષા રાખે. પરંતુ પાટડી તાલુકાની 2001ની વસ્તી 168490 હતી. જે 2011માં વધીને 1,80,560 થઇ હતી. અને છેલ્લે 2017માં આ આંકડો વધીને 1,92,392 સુધી પહોંચ્યોં છે. એટલે કે 2001થી 2017 સુધીમાં પાટડી તાલુકાની વસ્તીમાં 15%નો વધારો નોંધાયો હતો. જ્યારે પાટડી તાલુકાના તાબામાં આવતા ચાર પોલીસ મથકો જેમાં પાટડી, દસાડા, ઝીંઝુવાડા અને માલવણ પોલીસ મથકમાં પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબેલ અને પોલીસ કોન્સ્ટેબલ તથા મહિલા પોલીસ મળી કુલ 203ના મહેકમ સામેં માત્ર 80 પોલીસ સ્ટાફ જ હાજર છે. એટલે એક બાજુ 17 વર્ષમાં વસ્તી 15% વધી,ને બીજી બાજુ પોલીસ બેડામાં 60%ની તોતીંગ ઘટ હોવાથી હાલમાં પોલીસ અધિકારીઓની સ્થિતી સેન્ડવીચ જેવી બની છે.

પાટડી તાલુકામાં 2400 વ્યક્તિએ એક જ પોલીસ કમર્ચારી છે, પોલીસ ચોપડે આજેય 60%ની ઘટ નોંધાયેલી છે.

પાટડી તાલુકામાં 2400 વ્યક્તિએ એક પોલીસ
છેલ્લે 2017માં કરાયેલી વસ્તી ગણતરી અનુસાર પાટડીની વસ્તી 1,92,392 નોંધાયેલી છે. બીજી બાજુ પાટડીના તાબામાં આવતા 4 પોલીસ મથકોમાં 203 ના મહેકમ સામે માત્ર 80નો સ્ટાફ જ હાજર છે. તાલુકામાં દર 2400 વ્યક્તિ સામે એક પોલીસ હોવાની ચોંકાવનારી હકિકતો સામેં આવી છે.

1,92,392 ની વસ્તી સામેં માત્ર ત્રણ જ મહિલા પોલીસ
પુરૂષોની સાથે સાથે મહિલાઓમાં પણ ક્રાઇમની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી છે. જેમાં મહિલા ગુન્હેગારને પકડવા મહિલા પોલીસ લઇ જવી ફરજીયાત છે. ત્યારે પાટડી તાલુકાની કુલ 1,92,392ની વસ્તી સામેં માત્ર 3 જ મહિલા પોલીસ છે. જેમાં પાટડી, દસાડા અને માલવણ પોલીસ મથકમાં એક-એક મહિલા પોલીસ સ્ટાફ છે જ્યારે ઝીંઝુવાડા પોલીસ મથકમાં એક પણ મહિલા પોલીસ નથી.

એક સમયે આ ઘાટ લોકોના ટોળાથી ધમધમતો હતો
કચરો, ગંદકીથી વઢવાણના બોડા તળાવનો ઘાટ સૂમસામ બન્યો
ગંદકીઓ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી
ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર

વઢવાણ ગેબનશાપીર સર્કલ આગળ બોડાતળાવ છતા પાણીએ સૂમસામ ભાસી રહ્યુ છે. કારણે અહીં કચરો અને ગંદકીએ માજા મૂકતા લોકો હાલાકની સામનો કરી રહ્યાં છે.ત્યારે આ તળાવના પ્રવેશદ્વારથી લઇને ગંદકીઓ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ પડ્યો છે.ત્યારે જિલ્લાના નાના મોટા નદીયુ, તળાવોમાં પાણી છલોછલ વર્તાઇ રહ્યુ છે. આ ત‌ળાવનો આજુબાજુના વિસ્તારો અને શહેરીજનો ન્હાવા તેમજ કપડા ધોવા માટે મોટી સંખ્યામાં ઉપયોગ કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા સાત માસથી આ ત‌ળાવના પ્રવેશ દ્વારથી જ કચરાના ઢગલા સહિતની ગંદકી તળાવમાં ફેલાઇ છે. આ અંગે કરમશીભાઈ, સલીમભાઈ, ગીતાબેન, પુષ્પાબેન વગેરે જણાવ્યું કે, આ ત‌ળાવમાં હાલ ગંદકી અને કચરાઓનાં કારણે તળાવ તેમજ તેનો ઘાટ સૂમસામ ભાસી રહ્યો છે. લોકઉપયોગી રહેલુ આ તળાવના પાણીનો લોકો ઉપયોગ કરી શકે તે માટે જવાબદાર તંત્ર દ્વારા આ તળાવે કચરો અને ગંદકી દૂર કરે તેવી અમારા લાગણી અને માંગ છે.

વઢવાણ બોડાતળાવ ઘાટ કચરો અને ગંદકીને કારણે સૂમસામ બન્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો