તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીના નવા ST ડેપોમાં ડ્રાઈવર કંડક્ટર વિદેશી દારૂ સાથે ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના નવા એસટી બસ સ્ટેન્ડમાં દાહોદ જિલ્લાના ઝાલોદ રૂટની એસટી બસમાં વિદેશી દારૂ અને બિયરની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડી એસટી ડ્રાઇવર અને કંડકટરને ઝડપી લીધા હતા અને તેની પાસેથી દારૂના ચપલા તથા બિયરનૉ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી દ્રાઈવર કન્ડકટર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીનાં નવા એસટી બસ સ્ટેન્ડમાં આવેલી દાહોદ જિલ્લાના ઝાલોદ ડેપોની બસમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થો પણ લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા અચાનક ચેકીંગ કરવામાં આવ્યું હતું અને નવા એસટી બસ સ્ટેન્ડમાં વર્કશોપ પાસેથી એસટી બસના ડ્રાઇવર નાથાભાઇ ગૌતમભાઈ ડામોર કંડકટર અરવિંદભાઈ હિરજીભાઈ આદિવાસીને 20 નંગ દારૂના ચપલા તથા 6 નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધા હતા અને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા.

તેમજ આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને વેચાણ કરતા હતા કે કેમ તે સહિતના મુદે પૂછપરછ હાથ ધરી છે. બનાવ અંગે આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...