તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના વોર્ડ નં.11માં લાઇન તૂટતાં ગંદા પાણીની રેલમછેલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબી રાજકોટ હાઈવેની છેલ્લા 2 વર્ષ કરતા પણ વધારે સમયથી ફોર ટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી હાલ મોરબી શહેરના નજીકના વિસ્તારમાં થતી હોવાના કારણે શહેરી વિસ્તારોમાંથી નીકળતી ભુગર્ભ ગટરની લાઈનમાં નુકશાન થયું છે તો કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ જ બંધ થઈ ગયો છે. ખાસ કરીને ગોકુલનગર, લાયન્સનગર, આનંદનગર , ફિદાઈ પાર્ક, ધર્મ સૃષ્ટિ સોસાયટી, તુલસી સોસાયટી, ઉમા પાર્ક, 25 વરિયા વિસ્તાર, મફતીયાપરા, કામધેનુ સહિતના વિસ્તારોમાં ભુગર્ભ ગટરના પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે.તો ત્યાં રહેતા લોકોની હાલત બદતર બની ચુકી છે.ભૂગર્ભ ગટર બંધ થવાને કારણે મોટા ભાગના શૌચાલય બંધ થઈ ગયા છે.

ગંદુ પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદે વોર્ડ11 નાં કાઉન્સિલ ર કે.કે પરમાર અને ભાવેશ કંજારીયાએ ચીફ ઓફિસરને પત્ર લખી સમસ્યા ઉકેલવા કાર્યવાહી કરવા માગ કરી છે.

કાઉન્સિલર્સએ ચીફ ઓફિસરને પત્ર લખી રિપેર કરાવવા માંગ કરી

_photocaption_સતત ગંદકીમાં રહી રહીશો પણ ત્રાસી ગયા છે. }તસવીર : કિશન પરમાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો