Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીમાં ટ્રાન્સપોર્ટ, આરોગ્ય, પાણી સહિતના પ્રશ્નો વિધાનસભામાં ગુંજ્યા
મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં માળિયા ખાતે એસટી ડેપોની સુવિધા મળે તે માટે વાહન વ્યવહાર મંત્રીને પ્રશ્ન પુચેલ તેના જવાબમાં એસટી નિગમ દ્વારા બસ સ્ટેશન બનાવવા કાર્યવાહી કરાશે. તેમજ માળિયા શિત જુદા જુદા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ખાલી જગ્યાઓ અંગેના પ્રશ્નમાં જિલ્લામાં આવેલ છ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ગ ૧ ની બધે જ જગ્યા ખાલી છે. તે તાકીદે પૂર્વ માંગણી કરી હતી તે ઉપરાંત નવલખી બંદર નજીક નવા વસવાટ પામેલ વિસ્તારમાં પાઈપ લાઈનમાંથી ટેપિંગ કરીને સ્ટેન્ડ પોસ્ટ મુકીને પીવાનું પાણી આપવાની માંગણી અંગે પણ હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો હતો. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં નવા ચેકડેમો અને બોરીબંધો અને વનતલાવડી બાબતે ધારાસભ્યે પુછેલ પ્રશ્નના જવાબમાં મોરબી જીલ્લામાં એકપણ નવા ચેકડેમ ના બંધાયાની માહિતી આપવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષમાં બહેનોના મંગલસૂત્ર એવા ચેઈન સ્નેચિંગના બનાવોની વિગતો અંગે બ્રિજેશ મેરજાએ ચિંતા સેવીને પ્રશ્ન પૂછેલો જેમાં ગૃહમંત્રીએ આવી ઘટનાઓ અટકવવા સઘન વ્યવસ્થા અને તકેદારી સેવાશે તેમ જણાવ્યું હતું ઉપરાંત માળિયાના વવાણીયાની શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિરમાં ચાલુ વર્ષે એસએસસીનું પરીક્ષા કેન્દ્ર ફરી ચાલુ રાખવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી