તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી અને ટંકારામાં 1796 બાળકને સુવર્ણ પ્રાશનના ટીપાં પીવડાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી | આયુર્વેદિક જીવનશૈલી અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા રવિવારે પુષ્યનક્ષત્રના ઉત્તમ દિવસે મોરબી તથા ટંકારામાં વિનામૂલ્યે ૧૪મો સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાયો.જેમાં મોરબીમાં ૧૫૨૬ અને ટંકારામાં ૨૭૦ બાળકને ટીપા પીવડાવામાં આવ્યા. ટીપા પીવડાવ્યા બાદ દરેક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી. બાળકો આયુર્વેદ વિશે જાણે તે માટે આયુર્વેદિક પ્રોજેકટની કોમ્પિટિશન પણ યોજવામાં આવી હતી જેમાં બાળકોએ આયુર્વેદ વિશે અલગ અલગ પ્રોજેકટ બનાવ્યા હતાં. કેમ્પના આયોજક રાજ પરમારના કહેવા અનુસાર મોરબીમાં અશોકભાઈ મહેતા, હરકિશનભાઈ કવા, ક્રિષ્નાબેન કવા, વીધી, નિરાલી,ડેનિશ વારા તથા રાજ પરમારના પુરા પરિવારે સેવા આપી. જ્યારે ટંકારમાં ચંદ્રકાંત ભાઈ કટારીયા, જયેશભાઇ ભટાસણા, નિતા રાઠોડ, કૌશિક ત્રિવેદી, રૂક્ષ્મણી સરડવા એ સેવા આપી હતી.લાઈવસિટી સીરામીક,અનમોલ સીરામીક, ફ્લેવર ગ્રેનાઈટો, ફ્રીટા સીરામીક,સિમ્પલોન સીરામીક,ઇટાકોન સીરામીક, લેમસ્ટોન સીરામીક,સોરઠીયા લુહાર મોરબી તથા અન્યના સહયોગથી આ કેમ્પ શક્ય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો