તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં 712 લોકોના અંગદાન અને 112ના દેહદાનનાં સંકલ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે શહીદ ભગતસિંહના જન્મદિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવ્યો હતો.અને તેના ભાગરૂપે ગ્રુપના સભ્યોએ શાળા, કોલેજો તેમજ સામાજિક અને ખાનગી સંસ્થાઓમાં લોકોને મળ્યા હતા અને દેહદાન અને અંગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. લોકોએ શા માટે દેહદાન કે અંગદાન કરવા, સહિતની માહિતી આપી હતી. માહિતી બાદ લોકો પાસે ફોર્મ ભરાવી અંગદાન અથવા દેહદાન માટે સંકલ્પ લેવડાવ્યાં હતા. કુલ 712 લોકોએ અંગદાન અને 112 લોકોએ દેહદાન માટેના સંકલ્પ લીધા હતા. બાદમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી મીઠાઈનું વિતરણ કરાયું હતું.

દેશનાં આઝાદી માટે પોતાના પ્રાણની આહુતી આપનાર અનેક નામી અનામી ક્રાંતિકારો માટે પ્રેરણા બનેલા શહીદ ભગતસિંહનૉ શનિવારે જન્મદિવસ હતો અને તે નિમિતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રપે શહીદ ભગતસિંહના જન્મદિવસની અલગ ઉજવણી કરવા અંગે આયોજન કર્યું હતું. જેમાં મોરબીના યુવાનો અંગદાન અને દેહદાન કરવા બાબતે જાગૃત થાય તે માટે યુવાનોને અંગદાન અને દેહદનનો સંકલ્પ લેવડાવવાના હેતુસર શહીદ ભગતસિંહના જન્મદિવસની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સંકલ્પ દિવસની ઉજવણી અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રૂપના સભ્યોએ મોરબીની અલગ અલગ કોલેજો,સંસ્થા યુવાનોને તેમજ ખાનગી અને સામાજિક સંસ્થાઓના લોકોને અંગદાન અને દેહદાન માટે જાગૃત કર્યા હતા.

તેમજ મૃત્યુ બાદ અંગદાન અને દેહદાન માટે ઇચ્છીત યુવાનો માટે સંકલ્પનો કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભગતસિંહના જન્મદિવસે મહામૂલી માનવ જિંદગી બચી શકે તે માટે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કુલ 712 લોકોએ અંગદાન અને 112 લોકોએ દેહદાનના સંકલ્પ લીધા હતા. ત્યાર બાદ ભગતસિંહની પ્રતિમાને દુધાઅભિષેક કરી વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો કે આ પૂર્વે પ્રતિમા પાસે ગંદકી જોવા મળી હતી. ત્યારે ગ્રૂપના સભ્યોએ ત્યાં સાફ સફાઈ કરીને પ્રતિમાને પાણીથી સાફ કરીને દુગધાભિષેક કર્યો હતો.કાર્યક્રમના અંતે મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...