તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં 650 પોલીસ જવાને પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ ગયા બાદ આગામી સમયમાં બીજા અને ત્રીજા તબક્કાના મતદાનની વહીવટી તંત્ર અને ચૂંટણી પંચે તૈયારીઓ પણ આરંભી દીધી છે. સમગ્ર ગુજરાતમા લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કામાં તા.૨૩ મીના રોજ યોજાશે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી ત્રણ બેઠકનાં 925 મતદાન બુથ પર સુરક્ષા વ્યવસ્થાની ફરજ બજાવતા પોલીસ જવાન, જીઆરડી, હોમગાર્ડ સહિતના મતદારો પોતાના મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુથી મોરબીમાં પોસ્ટલ બેલેટથી આજે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં 650 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, કોઇપણ ચુંટણીમાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન કરવામાં આવે તે માટે પોલીસ જવાનો મતદાનના દિવસે ખડે પગે ઉભા રહેતા હોય છે. જેથી આ જવાનો પોતાના મતાધિકારથી ન વંચિત ન રહી જાય તે હેતુથી અગાઉ પોસ્ટલ. બેલેટથી મતદાન કરવામાં આવે છે. જેમાં તમામ જવાનોએ મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...