તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીના જૈનાબાદમાં એક મકાનની દિવાલ બનાવવા મજૂરો પાયો ખોદી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટડીના જૈનાબાદમાં એક મકાનની દિવાલ બનાવવા મજૂરો પાયો ખોદી રહ્યાં હતા ત્યારે બાજુમાં બનાવાયેલા સંડાસ બાથરૂમની દિવાલ ધરાશાયી થતાં મજૂરો સહિત કુલ 5 લોકો દટાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લવાયા બાદ બેની હાલત નાજૂક જણાતા એમને વિરમગામ હૉસ્પિટલમાં રીફર કરાયા હતા.

જૈનાબાદ ગામે કોઠારીવાસમાં રહેતા ગનીભાઇ વોરાના ઘેર સોમવારે મજૂરો દ્વારા આ સંડાસ બાથરૂમની નજીક મકાનની દિવાલ બનાવવા પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. એવામાં દિવાલ સાથે સંડાસ બાથરૂમની પાકી દિવાલો મજૂરો પર ધરાશાયી થતાં અફડાતફડી મચી હતી. જેમાં મકાન માલિક ગનીભાઇ વોરાના પુત્ર અલ્લારખાભાઇ વોરા અને મજૂરી કામ કરતા દિલકીશબેન સૈયદ, સુમિયાબેન વોરા, મુમતાઝબેન વોરા તેમજ બહારગામથી આવેલી ભાણીને ઇજાઓ પહોંચી હતી. આથી બુમો સાંભળી આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ દિવાલ નીચે દટાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. આ બનાવમાં અલ્લારખા ગનીભાઇ વોરા અને દિલકીશબેન ગુલુભાઇ સૈયદની હાલત નાજૂક જણાતા ફરજ પરના તબીબે આ બન્ને ઇજાગ્રસ્તોને રીફર કરાતા વધુ સારવાર માટે વિરમગામ શીવ હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો