તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં 19 સ્થળે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના જાહેરમાં 15 બોર્ડ લાગ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગોંડલમાં 19 સ્થળે ગેરકાનૂની પ્રવૃતિઓ ધમધમતી હોવાના જાહેરમાં 15 જેટલા બોર્ડ લાગતા શહેરમાં ચર્ચાઓ ઉઠી હતી અને પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉભા કરવાનો પ્રયાસ એક જાગૃત નાગરીક દ્વારા કરવામાં આવ્યો હતો.

ગોંડલના ગુંદાળા રોડ, બસ સ્ટેશન, ત્રણ ખુણીયા, જેલચોક સહિતના વિસ્તારોમાં શહેરમાં ધમધમતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને એ પ્રવૃત્તિઓ ચલાવતા શખ્સોના નામ સહિતના બોર્ડ બેનરો લાગતા શહેરમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો અને આ બોર્ડ બેનર સોશિયલ મીડિયામાં વહેતા થતાં જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશો અપાયા હતા. બોર્ડ બેનરો અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ જણાવ્યું હતું કે જો કોઈ જાગૃત નાગરિકને ગોંડલ શહેરમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ અંગે સંપૂર્ણ માહિતી હોય તો પોલીસ સમક્ષ શા માટે નથી આવતા અથવા માહિતી આપ્યા બાદ પોલીસ દ્વારા જો તપાસ કરવામાં ન આવતી હોય તો બોર્ડ બેનર લગાવે તો સમજી શકાય પરંતુ ગોંડલ ની આ ઘટના માત્ર ને માત્ર પોલીસની છબી ખરડવાનો પ્રયાસ લાગી રહ્યો છે એ ઉપરાંત પણ બેનરમાં જણાવાયેલ 19 જગ્યાએ પોલીસ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાય છે અને સાથોસાથ બેનર લગાવનાર જાગૃત નાગરિકને પણ તપાસ કરવામાં આવી રહી છે. જાગૃત નાગરિકના નામે લગાવાયેલો બોર્ડમાં વોરાકોટડા રોડ આવાસ યોજના ક્વાર્ટરમાં દારૂ જુગાર વરલી મટકા તેમજ પાવડર અને કતલખાનાનો ઉલ્લેખ કરાયો છે, જ્યારે તાલુકા શાળા, સરકારી દવાખાના ચોક, લીલા પીઠ, ફૂલવાડી, રેતી ચોક, જામવાળી જીઆઇડીસી, જુના- નવા માર્કેટિંગ યાર્ડ , ખટારા સ્ટેન્ડ, સેન્ટ્રલ ટોકીઝ ચોક જેવા વિસ્તારોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ અને તેના સંચાલકોના નામ લખવામાં આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા લખવામાં આવેલ નામ સરનામા માં કેટલી હકીકત છે તે જાણવા પોલીસ દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છે અંગત રાગદ્વેષના કારણે અને પોલીસની છબી ખરડવાના હેતુસર કોઈએ આ પ્રયાસ કર્યો હોય તેવી જિલ્લા પોલીસ વડાને શંકા હોય તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

કોઇ જાગૃત નાગરિકે પોલીસની છબી ખરડવાનો પ્રયાસ કર્યો : એસપી મીણા

કોઇ જાગૃત નાગરિકે પોલીસની છબી ખરડવાનો પ્રયાસ : એસપી મીણા

આ 19 સ્થળે ગેરકાયદેસર પ્રવૃતિ ધમધમતી હોવાનુ એક જાગૃત નાગરીકે જાહેર બોર્ડમાં દર્શાવ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો