તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરમાં આંબા પરથી કેરી ખરવા લાગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર પંથકને આર્થિક ઉન્નતી પુરી પાડતાં કેસર કેરીનાં પાક પર વાતાવરણની પ્રતિકુળ અસરથી કેરીનાં પાકને નુકશાન થયેલ હોય. કેરીનો થોડો ઘણો પાક બચ્યો છે. તેનાં ઉપર વધુ એક જોખમ સર્જાતા કેરી ઉત્પાદક ખેડુતો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ બની છે.

કેસર કેરીનાં આંબામાં કોરામણ (નવાપાન) નિકળવાનું શરૂ થયું હોય સાથે વહેલી સવારની ઝાકળથી આંબા પર લટકતી જોવા મળતી કેરી ટપોટપ ખરવા લાગતા ખેડુતોને વધુ નુકસાન થઇ રહયું છે. કેરીનાં પાકને પ્રતિકુળ હવામાન અને તીવ્ર ઠંડીથી ભારે નુકશાન થતા ગીરમાં કેરીની આંબાવાડીઓમાં કેરીનો પાક ઓછો જોવા મળી રહયો છે. ઓછા પાક સામે ભાવ ઉંચા રહેવાની ધારણાથી ખેડુતો ખર્ચાની વળતર મેળવી શકશે કેરીનો ખરો વધવા લાગતા તૈયાર માલને નુકશાન થઇ રહયું છે.

આગોતરા પાકની ધીમી આવક શરૂ, અમદાવાદ-રાજકોટ રવાના
કેરીનાં આગોતરા પાકની આવક શરૂ થઇ રહી હોય રાજકોટ - અમદાવાદ સહિતનાં સેન્ટરોમાં કેરી વેંચાણ માટે મોકલવાનું શરૂ થઇ ગયું હોય પ્રારંભીક ભાવો વધુ સારા મળી રહયા છે. પરંતુ કેરીનાં ઓછા પાકની સ્થિતિથી ભાવ સરેરાશથી વધુ ઉંચા રહેવાની સંભાવનાં છે. તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા

અન્ય સમાચારો પણ છે...