તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં 6 ઓપરેટરની જગ્યા સામે માત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં 6 ઓપરેટરની જગ્યા સામે માત્ર 3 ઓપરેટર તેમજ 2 સ્કેનર મશીન હોવાના કારણે સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દિવસમાં 100 જેટલા દસ્તાવેજની અરજી આવતી હોય છે. જે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં વધારે છે. જે અંગેની નોધણીની કાર્યવાહી ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહી છે. જો કે કંપની દ્વારા પૂરતા ઓપરેટર અને સ્કેનર ફાળવામાં ન આવતા સમયસર દસ્તાવેજ તૈયાર થઇ શકતા નથી. આ ઉપરાંત યુપીએસ સિસ્ટમ બંધ હાલતમાં છે અને લાઈટ જવાને કારણે કામગીરી બંધ થઈ જતી હોય છે. ઓપરેટર રજા પર જય તો અન્ય કોઈ ઓપરેટર પણ મુક્તાં નથી જેના કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી છે. આ મુદે એક વર્ષ અગાઉ પણ રજુઆત અને હડતાળ પાડવામાં આવી હતી.જે બાદ કોન્ટ્રાકટ ર દ્વારા તમામ સુવિધા આપવાની ખાતરી આપી હતી. જો કે માત્ર 2થી 3 દિવસ યોગ્ય રીતે ચાલ્યા બાદ ફરી સ્થિતિ અગાઉ જેવી જ થઈ ગઈ છે. પરીણામે આજે રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો કામગીરીથી અળગા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો