તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રાંગધ્રામાં જીરૂ, મોટર ચોરતી ગેંગ ઝડપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા પથકમા બે વર્ષથી ગ્રામ વિસ્તારમાં જીરૂ એરંડાના કોથળા અને પાણીની મોટર ચોરીના બનાવ બન્યાં હતા. ત્યારે ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડ દ્વારા બાતમીના આધારે પાટડી તાલુકાના માલવણ અને ધ્રાંગધ્રા તાલુકાના સજજનપુર તેમજ ભરાડાના 3 શખ્સોએને દેશી તમંચો, કાટીઁસ, જીરાના અને એરંડાના કોથળા સહિત રૂ. 2.90 લાખની મત્તા સાથે ઝડપી પાડી આઠ ચોરીના ભેદ ઉકેલી નાંખ્યા હતા.

ધ્રાંગધ્રા ગ્રામ્ય પંથકના હરીપર, સજજનપુર, ઈસદ્રા, જસમતપુર, જેસડામાંથી ખેડૂતના ગોડાઉનમાંથી જીરૂ અને એરંડાના કોથળા અને ખેડૂતોની પાણીની મોટર ચોરીના બનાવો બન્યા હતા. ત્યારે આ અંગે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી. દેવધા દ્વારા ડીવાયએસપી સ્કવોડનાં રણછોડભાઈ ભરવાડ, બાલજીભાઈ, ચેતનભાઈ સહિતની ટીમ દ્વારા સઘન તપાસ કરાઇ હતી. જેમાં પાટડીના માલવણ ગામનો શખ્સ મહંમદ ઉર્ફે સેતાન વાઘજીભાઈ જતમલેકને એક દેશી તમચા અને 6 કાર્ટિસ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા અન્ય આરોપીઓ ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુરના અજીતભાઇ ..અનુસંધાન 3 પર

રેકી કરી રાત્રે રીક્ષામાં આવી ચોરી કરતા
આરોપી દિવસે બાઇક પર આવી રેકી કરતો હતો. ત્યારબાદ રાતના રીક્ષામાં આવી ગોડાઉનના તાળાં તોડીને જીરૂ અને એરંડાના કોથળા અને પાણીની મોટરોની ચોરી કરી લઈ જતા હતા. આમ બે વર્ષથી ચોરી કરતાં હતા.

8 ચોરી ઉકેલાઇ
જેસડામાંથી 13 જીરૂ કોથળા, હરીપરમાં 15, જસમતપૂરમાં 34 જીરૂ અને એરંડાના કોથળા, ઈસદ્રા વિસ્તારમાં 4 ખેડૂતોની પાણીની મોટર સહિતના ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. અને દેશી બનાવટ તમંચો અને ચોરીનો મુદામાલ ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો