તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે બાબરામાં 1200 મણ ઉંધીયું ગરીબોને વિનામુલ્યે વિતરણ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાબરામાં માનવ સેવા ગૃપ દ્વારા મકરસંક્રાંતિના પર્વ પર ગરીબ પરિવારને વિનામૂલ્યે ઉંધીયાનુ વિતરણ કરવા તેમજ નગરજનોને પણ રાહત દરે આપવા માટે આશરે 100 મણ 2 હજાર કિલો ઊંધિયું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે માનવસેવા ગૃપના સભ્યો મૌલિકભાઈ તેરૈયા અને રમેશભાઈ ગોર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના લોકો શુદ્ધ અને સાત્વિક ઊંધીયુ સરળતાથી મળી શકે તેમજ શહેરમાં વસતા ગરીબ પરિવાર પણ તહેવારોમાં ઊંધીયાનો સ્વાદ મેળવી શકે તે માટે અમો દર વર્ષે ઊંધીયુ બનાવી વિતરણ કરીએ છીએ.

શહેરના કરીયાણા રોડ વિસ્તાર,નિલવળા રોડ વિસ્તાર,આશરાનગર,તાપડીયા આશ્રમ પાછળનો વિસ્તાર સહિતના અન્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારને ગરમાગરમ ઊંધીયાનું વિતરણ કરવામાં આવશે. શહેરના વિસ્તારમાં આ ગૃપના સભ્યો છકડો રિક્ષામાં ઊંધીયાનું વિતરણ કરશે. ગરીબ પરિવારને 1200 કિલો ઊંધીયાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ 800 કિલો ઊંધીયાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે. શહેરમાં સરકારી દવાખાને અને નાના બસ સ્ટેન્ડ પાસે એમ બે જ્ગ્યાઓ પર સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. રાહતદરે ઊંધીયાનું વિતરણ કર્યા બાદ તેમાંથી થતી આવક વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં ઉપયોગ કરવામાં આવશે. આમ, લોકોએ માનવ સેવા ગૃપની કામગીરીને બિરદાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો