તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં શિક્ષક પરિવાર લગ્નમાં ગયો અને ઘરમાં તસ્કરો ત્રાટક્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલ લગ્ન સિઝનનો પૂરતો ફાયદો ઉઠાવવાના મૂડમાં હોય એમ તસ્કરોએ થોડા દિવસોના આરામ બાદ ફરી વાર બાબરામાં એન્ટ્રી કરી એક શિક્ષકના મકાનને નિશાન બનાવ્યું છે. શિક્ષક પરિવાર લગ્નમાં ગયો હોય ઘર બંધ હોય તેનો તસ્કરોએ લાભ ઉઠાવ્યો હતો. જો કે કેટલી મતા ગઇ તે સ્પષ્ટ થયુ ન હતું.

બનાવની અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના રામનગર વિસ્તારમાં રહેતા શિક્ષીકા પ્રજ્ઞાબેન મોરબીયા પોતાના પરિવાર સાથે લગ્ન કરવા બહાર ગામ ગયા હતા. અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી રૂમનો સર સમાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ અન્ય દર દાગીના ચોરી ગયા હતાં. શિક્ષક પરિવાર દ્વાર બાબરા પોલીસને જણાવતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

શિક્ષક પરિવાર લગ્ન પ્રસંગેથી પરત આવ્યે ખ્યાલ આવ્યો કે મકાનનું તાળું તોડેલું છે. હાલ બાબરા પોલીસના પીએસઆઇ ગીતાબેન આહીર દ્વારા શિક્ષકના મકાનમાંમાંથી કેટલી રોકડ રકમ અને દરદાગીનાની ચોરી થઈ છે. તેની તપાસ શરૂ કરાઇ છે. ત્યારે બાબરા પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. તસવીર- જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો