તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેરાવળમાં વાહન અકસ્માતમાં બાળા, મહિલા સહિત 3ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળમાં બે વાહન અકસ્માતમાં બાળા સહિત ત્રણને ઇજા પહોંચી હતી. આ બનાવોમાં પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. શહેરમાં બે સ્થળોએ અકસ્માતો સર્જાયા હતા અને જેમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રહેતા ઇકબાલભાઇ હનીફભાઇ ગઢીયાની ભત્રીજી સમીનાને બાયપાસ રોડ પર બાઇક નં. જીજે-32-એફ-3141નાં ચાલક પીપળીની કાદીનાં નરેશ સોલંકીએ હડફેટે લઇ ઇજા પહોંચાડી હતી. જયારે અન્ય એક બનાવમાં વેરાવળનાં જીઆઇડીસી વિસ્તારમાં અજાણ્યા રીક્ષાનાં ચાલકે બાઇક નં.જીજે-11-ઇઇ-3868ને હડફેટે લઇ રમેશભાઇ નાથાભાઇ સોલંકી અને કિરણબેનને ઇજા પહોંચાડી હતી. આ બંને બનાવોમાં વાહન ચાલકો નાસી ગયા હતાં. પોલીસે ચાલકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...