તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1905માં ભારતનો પહેલો શોપિંગ મોલ બન્યો હતો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજે મોટા શહેરોમાં ઠેર ઠેર મોટા શોપિંગ મોલ જોવા મળી રહ્યાં છે. જેમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ સાથે ગ્રાહકોને મનોરંજન પણ મળી રહે છે. પરંતુ તમને એ જાણીને નવાઇ લાગશે કે ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ અંગ્રેજોએ સને 1905માં ખારાઘોડામાં બનાવ્યો હતો. આ ઐતિહાસીક મોલની 10 દુકાનો છેલ્લા 114 વર્ષથી ખારાઘોડામાં આજેય ધમધમે છે.

શોપિંગ મોલ એ આધુનિક લાઇફ સ્ટાઇલનો એક ભાગ બની ગયો છે. ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ સને 1905માં બ્રિટિશ ગવર્નમેન્ટ હસ્તક ચાલતી હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા નવાગામ ખાતે બનાવાયો હતો જેની દર વર્ષે દેશ અને વિદેશના અનેક પ્રવાસીઓ આ ઐતિહાસીક મોલની મુલાકાત અવશ્ય લે છે. ખારાઘોડાનો આ શોપિંગ મોલ છેલ્લા 114 વર્ષથી આજેય અડીખમ રીતે ધમધમી રહ્યો છે. આ શોપિંગ મોલમાં આવેલી 10 ઊંચા ઓટલાવાળી દુકાનો વ્યવસ્થિત રીતે બનાવાઈ હોવાથી આજે પણ અડીખમ રીતે ધમધમી રહી છે. ખારાઘોડાના સ્થાનિક લોકો તેને દેશના સૌથી જૂના મોલ તરીકે આજેય ઓળખે છે અને આ બજારને બલકેલી બજાર નામ અપાયું છે. એની વિગતવાર માહિતી આપતી તકતી પણ આ શોપિંગ મોલની બહાર ટોચ પર લગાવાઈ છે. આ બજારમાં આવેલી દુકાનોના માલિકો પાછલા 30થી 35 વર્ષની માલિકી ધરાવે છે. ખારાઘોડામાં સિમીત વ્યાપાર હોવા છતાં પણ ઐતિહાસીક વારસા આ દુકાનોને બંધ કરવા માંગતા નથી. ભારતના સૌથી જૂના મોલની મુલાકાત લેવી એ જીવનના એક યાદગાર સંભારણા રૂપ છે.

પહેલા મહિને રૂ. 70 ભાડું હતું, હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ વધારીને રૂ. 200 કરાયું છે
અંગ્રેજોએ બનાવેલા માર્કેટમાં કુલ 14 દુકાનોનું ભાડું અગાઉ મહિને રૂ. 70 હતું હવે કંપની દ્વારા રૂ. 200 કરાયું છે જે અમે હવે ભારત સરકારના હિન્દુસ્તાન સોલ્ટ કંપનીમાં ભરીએ છીએ. મનસુખભાઇ પૂજારા, કરીયાણાના વેપારી

આ તમામ દુકાનો માટે એ વખતે કરાર થયા હતા
અમેં વર્ષોથી આ મોલમાં દુકાનો ધરાવીએ છીએ. વર્ષો અગાઉ અમારા બાપ દાદાઓએ કંપની સાથે લેખીત કરાર કર્યા હતા. જેમાં અમને આ દુકાનો સોંપવામાં આવી હતી જેનું નિયત કરેલું ભાડું અમારે કંપનીમાં ભરવાનું હતુ. આ સીલસીલો વર્ષોથી આજેય અકબંધ જારી છે. કિશોર વાડીલાલ શાહ, કાપડના વેપારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો