ધ્રાંગધ્રાના રાજગઢ, હીરાપુર પાસે ગેરકાયદે સફેદ માટીનો કાળો કારોબાર

Dhrangadhra News - illegal white clay black business near hirapur rajgarh dhangadhara 063053

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:30 AM IST
ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ અને હીરાપુર ગામ પાસે આવેલી નદી અને સીમમાં લાંબા સમયથી ગેરકાયદે રેતી અને સફેદ માટીનુ ખનન થાય છે. રોજ મોટી સંખ્યામાં ડમ્પરોમાં સફેદ માટી ભરી મોરબી જાય છે. ત્યારે આ ગેરકાયદે ખનન બંધ કરાવવા લોકોમાં માંગ ઉઠી છે.

ધ્રાંગધ્રાના રાજગઢ અને હીરાપુર ગામની સીમમા ખુલ્લેઆમ સફેદ માટીનુ ખનન થાય છે. અને સરકારી ખરાબામાંથી ગેરકાયદે સફેદ માટીનો કાળો કારોબાર સરકારી કર્મચારી તેમજ માથા ભારે તત્વો દ્વારા કરવામાં આવે છે. રોજ ડમ્પરો અને ટ્રકો ભરી મોરબી અને થાન ખાતે મોકલી લાખો રૂપીયાની કમાણી થાય છે. સરકારી ખનીજને નુકશાન થાય છે. ખનન બંધ કરવા માટે અનેક રજૂઆત અને આખબારના એહવાલ છપાયા છતા માફીયાઓ તંત્રના ડર વગર પોતાનો કારોબાર ચલાવે છે. ત્યારે ગેરકાયદે ખનન બંધ કરવા માટે સામાજિક કાર્યકર ઉમેશભાઇ સોલંકી દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. પરિણામે તંત્ર દ્વારા રાજગઢ અને હીરાપુરની સીમ આસપાસના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવે તો મોટા પ્રમાણમાં ગેરકાયદે ખનનો પર્દાફાસ થાય તેમ છે. અને સરકરી ખનીજને નુકસાન થતું બચે એમ જણાવ્યું હતુ. જ્યારે આ અગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે રાજેશે જણાવ્યું કે કોઈ ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે તાત્કાલીક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે . ગેરકાયદે ખનન પ્રવૃત્તિ કરતા તત્વો સામે ફરિયાદ કરનારની વિગતો અને રેડની કાર્યવાહીની જાણ થઈ જતી હોવાથી બનાવના સ્થળે પોતાનો સામાન થોડા સમય માટે હટાવી લે છે. અને બાદમાં ફરી પ્રવૃતી ચાલુ કરી દેવામાં આવે છે. આમ ફરીયાદ કરનાર પણ ડરે છે.

રાજગઢ, હીરાપુરમાં સફેદ માટી ખોદી મોટા ખાડા કરી દેવામાં આવ્યા છે.

X
Dhrangadhra News - illegal white clay black business near hirapur rajgarh dhangadhara 063053

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી