તાલાલા-વેરાવળ હાઈવેનું કામ શરૂ ન કરાય તો મતદાન બહિષ્કારની ચિમકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાથી વેરાવળ જિલ્લા મથકને જોડતા હાઈવેનું કામ છેલ્લા પાંચ મહિનાથી ખોરંભે પડ્યું હોય બંને તાલુકાનાં લોકો અને બહારથી આવતા વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારી સામે તાલાલા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલાલા ચોમ્બર ઓફ કોમર્સે આ રોડનું કામ મતદાન પહેલા શરૂ નહી થાય તો લોકસભાની ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી છે.

હાઈવેનાં અધુરા કામથી અકસ્માત ઝોન બની ગયો હોય છતા તંત્રનાં પેટનું પાણી હલતુ ન હોય અને કોન્ટ્રાકટરની મન પડે ત્યારે કામ કરવાની પદ્ધતિને ભ્રષ્ટાચારનાં ભોરીંગમાં દબોચાયેલા આ હાઈવેનાં અધિકારીઓ ચલાવી લેતા હોય જેનો ભોગ તાલાલા-વેરાવળની પ્રજા બની રહી છે. ત્યારે આગામી 23 અેપ્રિલનાં લોકસભાની ચૂંટણીનાં મતદાન પહેલાં આ હાઈવેનું કામ શરૂ નહીં થાય તો તાલાલાનાં વેપારી આલમ અને લોકો ચેમ્બર ઓફ કોમર્સની સાથે મતદાન બહિષ્કાર કરી રોષ તંત્રને દેખાડશે એવી ચિમકી સાથેની રજૂઆત તાલાલા ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દિપક માંડવીયાએ જિલ્લા કલેકટરને કરી છે.

અન્ય સમાચારો પણ છે...