તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છતરિયાળામાં શિક્ષકની બદલી નહીં થાય તો જિલ્લા પંચાયતમાં આત્મવિલોપન કરીશું: વાલીઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના છતરીયાળા પ્રા.શાળાના વર્ગ શિક્ષક રમેશભાઈ જી. કમેજળીયા વિદ્યાર્થીના અભ્યાસમાં ધ્યાન આપવાને બદલે માવા ખાઈ ફોનમાં જ મસ્ત રહેતા હોવાથી વિધાર્થીના ભણતર ઉપર માઠી અસર પડી રહી છે. પાંચમા ધોરણમાં ભણતા બાળકોને કક્કો, બારખડી અને એકડા શિખવતા શિક્ષકની બદલી કરવા તાલુકા, જિલ્લા શિક્ષણાધિકારીને વાલી મંડળે 3 માસ સુધી રજૂઆત કરી હતી. પરંતુ શિક્ષકની બદલીને લઈ નિર્ણય નહીં લેવાતાં તા.21 સપ્ટેમ્બરે ધો-5ના 36 વિદ્યાર્થીએ એલ.સી કઢાવી શાળા છોડી દીધી. વાલીઓએ નિયામકને મળી શિક્ષકની કાયમી બદલી કરવા માંગ કરી હતી. રાજકીય પીઠબળ ધરાવતા શિક્ષક સામે કોઈ કાર્યવાહી નહીં થતા વાલીઓ વિદ્યાર્થીઓએ દિવ્યભાસ્કરને આપ વિતી જણાવી. દિવ્યભાસ્કરે પ્રકાશિત કરેલા સમાચાર બાદ શિક્ષણ તંત્ર સાફળું જાગ્યું હતું. ડીપીઓએ શિક્ષકની કામગીરી ફેરફાર બદલી ખાંડીયામાં કરી વાલીઓનો રોષ ખાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાલી મંડળે શિક્ષકની કાયમી બદલીની માંગને લઈ મક્કમ રહ્યા હતા. 4 દિવસ અભ્યાસ અળગા રહેલા બાળકોએ મજૂરી કામ શરૂ કર્યું હતું. પીટીસી કરેલી યુવતીએ શાળા છોડી મજૂરીએ લાગેલા છાત્રોનો અભ્યાસ શરૂ કરાવ્યો હતો. અઠવાડિયું થયું છતાં કાયમી બદલીનો નિર્ણય લેવાતાં વાલીઓ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સોમવારે જિ. પંચાયતે જઈ આવેદન આપી આત્મવિલોપન કરવાની તારીખે નક્કી કરશે.

હવે તો એવું લાગે છે કે સરકાર આડકતરી રીતે ઈચ્છે છે કે વાલી થાકીને ખાનગી સ્કૂલમાં ભણાવે
 હવે તો એવું લાગે છે કે સરકાર આડકતરી રીતે ઈચ્છે છે કે વાલી થાકીને ખાનગી સ્કૂલમાં ભણાવે. અઠવાડિયાથી 36 વિદ્યાર્થી અભ્યાસથી અળગા રહ્યા છે. છતાં શિક્ષણ વિભાગના પેટનું પાણી પણ નથી હલતું. શિક્ષણ મંત્રીના મત વિસ્તારની કોઈ સરકારી શાળામાં આવું બન્યું હોત તો શું તેઓ આમ જ ચૂપ રહેત. રીભાઈ નાકીયા, વાલી

ગામડાના છોકરા ભણે કે મજૂરી કરે કોને પડી છે
 અમે પતિ-પત્ની ખેતી કામ અને છૂટક મજૂરી કરી ઘરનું ગાડુ ચલાવીએ છીએ. છોકરો ભણીને કશું બનશે તો અમારું ગઢપણ સારું જશે. પણ આ જોતા તો એવું લાગે છે કે ગામડાના છોકરા ભણે કે મજૂરી કરે તેની કોઈને પડી નથી. માયાબેન વાળા, વાલી

અન્ય સમાચારો પણ છે...