તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડિયાનો રોડ રિપેર નહીં કરાય તો આંદોલન કરીશું : લોકોની ચીમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલાના કૃષ્ણનગર, કેરાળા, નથુપુરા,વડીયા,કોરડા સહિત અનેક ગામો તરફનો મુખ્ય રસ્તો બિસ્મારના કારણે અનેક વિસ્તારના લોકોની પારાવાર મુશ્કેલી ઉભી થઇ છે. આ ધુળીયા રસ્તો બનતા વિધાથીઓ અને વૃધ્ધો માટે આફતરૂપ બની રહ્યો છે. બિસ્માર રસ્તોનું ઝડપભેર નવીનીકરણ માટે વડીયા સરપંચ અને ગ્રામજનોએ રજુઆત કરી છે.

સાયલા અને ચુડા તાલુકાને અને મોટા કેરાળા સહિત પાંચથી વધુ ગામોને જિલ્લા મથકને જોડતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. સાયલા તાલુકાના છેવાડાના ગામ સુધી જવાનો એક માત્ર રસ્તાના કારણે સાયલા અને સુરેન્દ્રનગર અભ્યાસ કરતા અનેક વિધાર્થીઓ માટે અને વાહન ચાલકો માટે રસ્તો આફતરૂપે બની રહ્યો છે. આ બાબતે વડીયાના સરપંચ જશુબેન દુમાદીયા, અરવિંદભાઇ પ્રભુભાઇ, નીકુલભાઇ, મનુભાઇ, રાહુલભાઇ, કે.ડી.પરમાર, પ્રતાપભાઇ રાઠોડ સહિતના ગ્રામજનોએ જિલ્લાકક્ષાએ રજુઆત કરી છે. રસ્તા વચ્ચે મોટા પ્રમાણમાં તુટેલા રસ્તાના ગામડા તરફ જતા આવતા વાહનો ફસાઇ પડે છે. અને રસ્તાથી અજાણ વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે.પાંચથી વધુ ગામના લોકો માટે સ્કુલ, કોલેજ, દવાખાનું,ખરીદી માટે સાયલા અને સુરેન્દ્રનગર તરફ જવાનો એક માત્ર રસ્તો હોવાના કારણે પ્રસુતા બહેનો અને વૃધ્ધ દર્દીઓ માટે જીવલેણ બની રહ્યો છે. સૌથી વધુ પથ્થરની લીઝ અને કવોરી ઉધોગના કારણે સરકારી તિજોરીમાં મોટા પ્રમાણમાં રોયલ્ટીની રકમ જમા થતી હોવા છતા રસ્તાની હાલતના કારણે દર્દીઓને સાયલા કે જિલ્લાના દવાખાને દર્દીને સારવાર જવા માટે બે કીમી દુર થોરીયાળી તરફથી લઇ જવાનો ઘાટ સર્જાયો છે.

અન્ય સમાચારો પણ છે...