તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને તાત્કાલિક પાકવીમોના મળે તો કાનૂની કાર્યવાહીની ફરજ પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાદ પણ રાજય સરકાર દ્વારા પાક વીમો મંજુર કર્યો તેમાં ખેડૂતો સાથે અન્યાય થયો હોવાની લાગણી વહેતી થઇ છે. દર વર્ષે આ પ્રકારે પાક વિમાનો પ્રશ્ન સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાક્વીમાંના પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે અને પાક્વીમો તાત્કાલિક ના મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.

ખેડૂતો પાક્વીમાં મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ધોમ ધખતા તાપમાં ખેડૂત પરેશાન થાય છે અને કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ના હોય અને બીજી તરફ પાક્વીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે.

ખેડૂતોને પાક્વીમાંના પુરા પૈસા ચુકવાતા નથી જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે. પરંતુ વીમાની રકમ મળી નથી જેથી ખેડૂત દુખી છે.

વીમા અંગે કંપની આનાકાની
ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે. જેથી જો સરકાર વીમા માટે કંઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ઉકેલશે નહીં તો મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. લાલજીભાઈ મહેતા, પ્રમુખ-ગ્રાહક સુરક્ષા મંડળ

અન્ય સમાચારો પણ છે...