તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુમાફિયા 10 મે સુધીમાં હાજર ન થાય તો ભાગેડુ ઘોષિત કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં કરોડોની જમીન કૌભાંડમાં એલસીબી પોલીસે અગાઉ ભુમાફિયા જયેશ રાણપરીયાને પકડી પાડયા હતા.કિંમતી જમીનના બે કેસમાં જે તે સમયે આરોપી જયેશ રાણપરીયાને શરતી જામીન મળ્યા હતા.જોકે, શરતી જામીન પર મુકત થયા બાદ તે લાંબા સમયથી અદાલત કે પોલીસ સમક્ષ હાજર થતો નથી.આથી અદાલત દ્વારા આરોપી જયેશ સામે 82 મુદતનુ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યુ છે. જેમાં આગામી તા. દશમી મે સુધીમાં તેને અદાલત સમક્ષ હાજર થવા માટે ફરમાન કરાયુ છે.જો આ આરોપી હાજર નહી થાય તો તેનેભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા સાથે હાથ ધરાશે એમ પોલીસે જણાવ્યુ છે.અત્રે ઉલ્લેખનીય છેકે,આરોપી જયેશ પટેલ સામે ગુન્હાહિત કાવતરૂ રચીને એક અગગ્રણ્ય એડવોકેટની હત્યાનો કેસ પણ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...