તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિન્દૂ સંસ્કૃતિમાં સામાન્ય રીતે કોઈનું અવસાન થાય તો તેમની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિન્દૂ સંસ્કૃતિમાં સામાન્ય રીતે કોઈનું અવસાન થાય તો તેમની પાછળ દશા શ્રાદ્ધ પાણી ઢોળની વિધિ કરવામાં આવતી હોય છે. પણ હવે મોટાભાગના સમાજમાં એક ક્રાંતિ આવી છે અને લોકો પોતાના પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય તો તેમની પાછળ જે વિધિ કરવાની હોય તેને તિલાંજલિ આપી અન્ય સેવાકીય પ્રવૃતિઓ તેમજ કથાનું આયોજન કરી સદગતના આત્માના કલ્યાણ અર્થે શ્રદ્ધાસુમન અર્પણ કરતા હોય છે. અમુક પરિવાર તો જીવતા જગતિયું કરીને પણ સમાજને નવી રાહ ચીંધતા હોય છે. ત્યારે ખજુરી ગામે પણ એક પરિવારે માતાના નિધન બાદ લૌકીક કાર્યને તિલાંજલી આપી છે.

બાબરાના રહેવાસી અને વડિયા તાલુકાના ખજૂરી ગામના વતની નિવૃત તલાટી મંત્રી બાવાભાઈ હિરપરાના માતૃશ્રી નંદુબેન બચુભાઈ હિરપરાનું ૯૫ વર્ષની જૈફ વયે અવસાન થતાં તેમની પાછળ અન્ય કોઈ વિધિ કરવાની જગ્યાએ એક દિવ્ય સતસંગ કથાનું આયોજન કરી સદ્દગતના આત્માના શાંતિ તેમજ કલ્યાણ માટે શ્રદ્ધાંજલી આપવાનું નક્કી કરવામાં આવતા પરિવારજનો દ્વારા નિર્ણયને આવકારી સ્વીકારવામાં આવ્યો હતો.

હિરપરા પરિવારના મોભી બાવાભાઈએ જણાવ્યું હતું કે અમારા માતૃશ્રીની સમશાનયાત્રા પણ અમો લોકોએ તબલા મંજીરા સાથે વાજતે ગાજતે કાઢી હતી. જેમાં આખું ગામ જોડાયું હતું. ત્યારબાદ પછીની સુંવાળા દશા શ્રાદ્ધ અને પાણી ઢોળની વિધિને અમો લોકોએ તિલાંજલિ આપી એક દિવ્ય સતસંગ કથાનું માત્ર આયોજન કરવાનું નક્કી કર્યું છે. દિવ્ય સતસંગ કથાનું આયોજન પોતાના વતન વડિયા તાલુકાના ખજૂરી ગામમાં કરાયું છે. જેનો પ્રારંભ આગામી તા ૨૭/૨ અને બુધવારના રોજ કરવામાં આવશે. તેમજ કથાનું પૂર્ણાહુતિ તા ૨૮/૨ અને ગુરૂવારના રોજ કરાશે અહીં કથાનો સમય તા ૨૭/૨ ને બુધવારના રોજ બપોરે ૩ થી ૬ અને રાત્રીના ૮ થી ૧૧નો રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો