તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેજવાળા પવનથી માવઠું : વૈજ્ઞાનિક ગ્રહણનાં કારણે વરસાદ : ખગોળ શાસ્ત્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા વર્ષની શરૂઆતમાં કુદરતે પોતાનો કંઇક અલગ મિજાજ બતાવ્યો હોય તેમ ગત અળધુ વર્ષ ચોમાસુ રહ્યુ હોય જેના કારણે મગફળીને નુકશાની પહોચી હતી.ત્યારે ચાલુ વર્ષ શિયાળામાં માવઠું થતા ઘઉં, જીરૂ,ધાણા અને ચણાના પાકને નુકશાની પહોચી છે.ત્યારે મકરનો સૂર્ય તે પહેલા સોરઠમાં માવઠું થતા હાલ પતંગ બાજોમાં પણ વાતાવરણને લઇ નિરાશા જોવા મળી છે.

માવઠાની અસર જૂનાગઢ,માળીયા,માણાવદર, વંથલી, માંગરોળ અને કેશોદ જોવા મળી હતી. ગીર સોમનાથ જિલ્લામાં તેની અસર નહીવત રહી હતી. વાત છે મકરસંક્રતિની પૂર્વ સંધ્યાની કે જયારે વાતાવરણમાં ઓચીંતો પલટો જોવા મળ્યો હતો.અને સોમવારની સવાર ચોમાસાની સવાર બની ગય હતી.ખાસ કરીને માળીયાના ગડાદર, જુથળ,વડાળા,વીરડી,અમરાપુર,માંતરવાણીયા અને ભંડુરીમાં રસ્તા અને ખેતરો માં પાણી હાલતા થઇ ગયા હતા.ત્યારે માણાવદર પંથક અને વંથલીના ખુભડી,લુસાળા, ખોખરડા માં છાંટા પડીયા હતા. જયારે માંગરોળમાં દસ મિનિટ વરસાદ રહ્યા હતા.કેશોદ અને માંણેકવાડામાં પણ છુટા છવાયા સ્થળોએ ઝાપટા પડયા હતા.આમ સવાર થી બપોર સુધી વરસાદી વાતાવરણ રહેતા ઠંડક પ્રસરી જવા પામી હતી.ત્યારે પતંગ રસીકોમાં વાતાવરણના પલટાને કારણે નિરાશા જોવા મળી હતી.તો શિયાળુ પાક જેવા કે ઘઉં,જીરૂ,ધાણા અને ચણાના નુકશાની પહોંચી હતી. જયારે જૂનાગઢ શહેરમાં વરસાદના કારણે રસ્તોઓ પર પાણી હાલી નિકળ્યા હતા. કૃષિ યુનિવર્સિટીનાં હવામાન ખાતાનાં મદદનીશ પ્રાધ્યાપક ડો. એન.સી.ચોપડાએ કહ્યું હતું કે, વાયવ્યય દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા માવઠું થયું છે. જયારે ખગોળ શાસ્ત્રી રમણીક વામજાએ કહ્યું હતું કે, સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણનાં કારણે માવઠું થયું છે.

રસ્તાઓ અને ખેતરોમાં પાણી વહી નિકળ્યા
માવઠાના કારણે માળીયા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી હાલી નિકળ્તા ખેતરે ઉભા મોલને નુકશાની પહોચી હતી. વિવેક મહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો