લીંબડીના બળોલ-જનસાળી વચ્ચે માનવ કંકાલ મળી આવ્યું

Limbadi News - human skeletal was found in limbdi39s baroos and masses 063521

DivyaBhaskar News Network

May 26, 2019, 06:35 AM IST
લીંબડી તાલુકાના બળોલ અને જનસાળી ગામ વચ્ચેના વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસનું હાડપિંજર મળી આવ્યું હતું. આ કંકાળથી થોડે દૂર પર્સ પણ મળી આવ્યું હતું. જેમાં અજાણ્યા વ્યક્તિનો ફોટો અને વીઝીટીંગ કાર્ડ સહિતના દસ્તાવેજો મળતા પાણશીણા પોલીસે કંકાળની ઓળખ માટે તપાસ તેજ કરી છે.

લીંબડી નેશનલ હાઈવે પરના બળોલ અને જનસાળી ગામોના બોર્ડ વચ્ચે સીમ વિસ્તારમાં આજુબાજુના ગામના લોકો લાકડા કાપવા અને બળતણ લેવા માટે ગયા હતા. અચાનક ત્યાં પડેલું હાડપિંજર લોકોની નજરે પડતા ચકચાર મચી જવા પામ્યો હતો. લીંબડી પંથકમાં અજાણ્યા શખ્સોના કંકાળ મળ્યાના સમાચાર વાયુવેગે ફેલાતા મૃતક વ્યક્તિની હત્યા થઈ હશે કે આત્મહત્યા સહિતની અનેક ચર્ચાઓ કરતા લોકો નજરે પડ્યા હતા. જાગૃત નાગરિકોએ તત્કાળ પાણશીણા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પીએસઆઈ ડી.જે.ઝાલા સહિત પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કંકાળનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલે મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ હાડપિંજર જ્યાંથી મળ્યું હતું તેની આજુબાજુ તપાસ કરતા એક પાકીટ મળી આવ્યું હતું. પાકીટમાં કોઈ અજાણ્યા શખ્સનો ફોટો અને કેટલાંક વીઝીટીંગ કાર્ડ સહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે વીઝીટીંગ કાર્ડના નંબર ઉપર ફોન કરી તપાસ હાથ ધરી મૃતક વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

X
Limbadi News - human skeletal was found in limbdi39s baroos and masses 063521
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી