તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરનાર સ્પર્ધામાં ગોલ્ડ મેળવનાર મહિલા પોલીસ કર્મચારીનું સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાં એ ડિવિઝન પોલીસ મથકમાં મહિલા એલ આર ડી તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત નામના મહિલા પોલિસકર્મી રમતગમતમાં પણ નાની ઉંમરથી રસરૂચી ધરવાએ છે અને તેના ભાગરૂપે પોલીસમાં તાલીમ વખતે રમત ગમતમાં પણ પોતાનું કૌશલ જાળવી રાખ્યું અને ખેલ મહાકુંભ,જુનાગઢમાં યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.અને ગિરનાર આરોહણ અવરોહણની રાજય અને નેશનલ લેવલની પરીક્ષામાં પણ ભૂમિકા બેને બે વખત ગોલ્ડ મેડલ મેળવી મોરબી પોલીસનું નામ રોશન કર્યું હતું આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલ ડીજીપી એથ્લેટીક્સ ની 800 અને 1000.મીટરની દોડ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ.મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા મહિલા પોલીસકર્મીની આ સિદ્ધિથી સમગ્ર મોરબી જિલ્લા પોલીસમાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી.આ તમામ સિદ્ધિ બદલ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા એવોર્ડ આપી સન્માનીત કરવામા આવી હતી અને રમતગમત ક્ષેત્રમાં જે પણ મદદ ની જરૂર હોય તે મદદ કરવા તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...