ધ્રાંગધ્રા એસ.ટી ડેપોના મહિલા કંડકટરે પ્રમાણિકતા દાખવી

Dhrangadhra News - honestly the woman conductor of dhrangadhra st depot 061513

DivyaBhaskar News Network

May 26, 2019, 06:15 AM IST
ધ્રાંગધ્રાના એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા મહિલા કંડકટરને બસમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાં ભરેલુ પાકીટ મળ્યુ હતું. જે ડેપો મેનેજર પાસે જમા કરાવી મુળ માલીકને પરત કરીને ઈમાનદારીનુ઼ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.

દુનિયામા ઈમાનદારીથી ફરજ બજાવતા અનેક લોકો જોવા મળે છે. જેમની મહેનત અને ઇમાનદારી લોકો માટે પ્રેરણાદાયી બને છે. ધ્રાંગધ્રાના એસ.ટી ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા તૃપ્તિબેન બી. દવે અને ડ્રાઈવર જનકસિહ ઝાલા મોરબી - સુરેન્દ્રનગર રૂટની બસ લઈને આવતા હતા. તે દરમિયાન બસમાંથી એક પાકિટ મળી આવ્યુ હતું. જેમાં 12 હજાર રોકડા, સોનાનું મંગળ સુત્ર, વીટી સહિતના દાગીના સહિત અન્ય સામાન હતો. જે મહિલા કંડકટરે દ્વારા ડ્રાઈવરને જાણ કરી મહેનત વગરનું ન જોઈએ તેવા વિચાર સાથે ધ્રાંગધ્રાના ડેપો મેનેજરને વસ્તુઓ જમા કરાવી હતી. જ્યાં પાકિટમાંથી મળેલા કાગળમાથી મુળ માલીકનુ સરનામું મેળવી ધ્રાંગધ્રા ડેપો મેનેજર બી.જી.ભીલ, શિવરાજસિંહ ઝાલા, અજયસિંહ ઝાલાની હાજરીમાં કંડકટર તૃપ્તિબેન દવે અને ડ્રાઈવર જનકસિહ ઝાલાએ પાકીટ માલીક કંચનબેન પટેલને પરત કરતાં તેમણે આભાર માન્યો હતો.

મુળ માલિકને પાકિટ પરત કરતા મહિલા કંડકટર.

X
Dhrangadhra News - honestly the woman conductor of dhrangadhra st depot 061513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી