Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહુવામાં જાહેર સ્થળોએથી હોર્ડિંગ્સ,બેનરો હટાવાયા
મહુવા બ્યુરો| બિલાડીના ટોપની માફક જાહેર સ્થળોએ લગાવાયેલા હોર્ડિંગ્સ,બેનરોને રાતો રાત સેંકડોની સંખ્યામાં મહુવા શહેરમાં જાહેર માર્ગોની આસપાસ તથા પી.જી.વી.સી.એલ,સ્ટ્રીટ લાઇટના પોલ ઉપર ગેરકાયદેસર રીતે લગાવવામાં આવતા હોર્ડિંગ્સ, બેનરો નગરપાલીકા દબાણ વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે.મહુવામાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ, બેનરો જાહેર સ્થળો અને હરવા-ફરવાના સ્થળોએ લગાવવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. પી.જી.વી.સી.એલ. તંત્રના આંખ મીચામણાના કારણે હોર્ડિંગસ, બેનરો પી.જી.વી. સી.એલ. પોલ ઉપરથી ઉતારવામાં આવતા ન હતા. ઉપરાંત ઝાડ ઉપર પણ ગેરકાયદેસર રીતે લગાવવામાં આવેલ જે નગરપાલીકા દબાણ વિભાગે ઉતારી લઇ સંભવીત અકસ્માત સામે રક્ષણ પુરૂ પાડેલ છે.આવા હોર્ડિંગ્સ તાકીદની અસરથી ઉતારી લેવા તંત્રએ યુધ્ધના ધોરણે પગલા ભરવા ઉભી થયેલ માંગને પી.જી.વી.સી.એલ. આજ સુધી કોઇ અકળ કારણોસર ન ગણકારતા નગરપાલીકાના દબાણ વિભાગે કરેલ કાર્યવાહીની સરાહના થઇ રહી છે.