તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં કોમી એકલાસનું અનેરું પ્રતીક હિન્દુ-મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ, બાવા અહેમદશા ગ્રૂપનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીનાં હઝરત અહમદશા બાવા ગ્રુપ દ્વારા છેલ્લા 21 વર્ષથી કોમી એકલાસનાં પ્રતીક સમાં સમુહલગ્નોત્સવનું આયોજન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમને સમુહલગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં 17 હિન્દૂ યુગલો જ્યારે 12.મુસ્લિમ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. હિન્દૂ મુસ્લિમ ધર્મના લોકો ધર્મ,જાતિ અને પ્રાંતનૉ ભેદભાવ ભૂલી એક જ મંડપ નીચે લગ્ન ગ્રંથીથી જોડાય અને કોમી એકલાસનું વાતાવરણ બને તેવા હેત્તુથી મોરબીમાં 21 વર્ષથી હઝરત બાવા અહેમદશા પીર દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દૂ મુસ્લિમ ધર્મના 29 જેટલા સમૂહ લગ્ન મોરબીના દરબારગઢ ખાતે રાખ્યા હતા. અહીં એક જ મંડપ નીચે હિન્દૂ ધર્મના 17 યુગલો. લગ્ન ગ્રંથીથી જોડાયા હતા. જ્યારે મુસ્લિમ ધર્મના 12 જેટલા યુગલોએ નિકાહ પઢયા હતા. આ તકે મોરબીનાં રામધન આશ્રમનાં ભાવેશ્વરીબેન,બગથડા નકલંક ધામના મહંત દામજી ભગત પુર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.પી.કે દુધરેજીયા તેમજ વાંકાનેર અને રાજકોટથી મહાનુભાવો હાજર રહ્યા હતા.અને નવ યુગલોને આશિર્વાદ પાઠવ્યા હતા.આ તકે પુર્વ ધારાસભ્યએ બાળકોને શિક્ષણ અપાવી રોજગારી મેળવવા જણાવ્યુ હતુ.તો દામજી ભગતે દેશમાં બન્ને ધર્મના લોકો એક સંપ અને સહકારથી રહી દેશને આગળ વધરવામાં સહયોગ આપે તેમજ માતા પિતા પોતાના સંતાનને આર્મીમાં જાય અને દેશ સેવા કરે તે માટે પ્રોત્સાહિત કરે તેવી અપીલ કરી હતી.આ તકે અહમદશા બાપુએ જણાવ્યું હતું કે આ સમુહલગ્નોત્સવ યોજી તેઓ કોઈ ઉપકાર કરતા નથી પણ આ તેમનું કરમ છે.ગરીબ કે જરૂરીયાત મંદ પરિવાર સારી રીતે જીવન જીવી શકે તે માટે મદદરૂપ બની જીવન જીવવુ એ જ સાચો માનવ ધર્મ છે.

પોઝિટિવ
21 વર્ષથી યોજાતા હિન્દુ, મુસ્લિમ સમૂહ લગ્નોત્સવમાં 29 નવયુગલો એક જ મંડપમાં લગ્નગ્રંથીએ જોડાયા
તમામ દીકરી મારી દીકરી છે
આ સમૂહ લગ્નોત્સવમાં મારી દિકરીના વર લગ્ન કરાવ્યા છે અને પરણેલી તમામ દીકરી મારી દીકરી સમાન છે.અને તેંમના લગ્ન કરાવી મને એક ખુશી થાય છે. જીવન જીવવું હોય તો પ્રેમ અને ભાઈચારાથી જીવવું જોઈએ નફરતની આંધી ક્યારેય આબાદી લાવતી નથી આ આંધી બરબાદી જ લઈને આવે છે. સુખી સંપન્ન પરિવાર પોતાની દીકરીને લગ્ન સાથે એક ગરીબ પરિવારની દીકરીના લગ્ન કરાવી તેમનાં આશિર્વાદ મેળવે જેમ આપણી દીકરીને ખુશી આપીએ તેમ ગરીબ પરિવારની દીકરીને પણ ખુશ કરવી જોઈએ. હઝરત બાવા અહમદશા, આયોજક સમુહલગ્નોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો