તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં ગરમીની અસર: સપ્તાહમાં ઝાડા ઊલટીના 386 કેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાં હાલ પડી રહેલી આકરી ગરમીને કારણે જનજીવનને ભારે અસર પહોચી છે.લોકો ગરમીથી બચવા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમનૉ સહારો લઈ રહયા છે.જોકે ઠંડા પીણાંમાં વપરાતા બરફને કારણે પાણી જન્ય બીમારી પણ વધી છે. જેના કારણે જાડા ઉલટી કેસ વધ્યા છે. ગત એક સપ્તાહમાં 386 જેટલા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત લૂ નું પ્રમાણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. જોકે સરકારી ચોપડે નોધણી થઈ ન હતી. જ્યારે વાંકાનેર શહેર તથા તાલુકામાં સાદા તાવના 920, ઝાડા-ઊલ્ટીના 62 અને ટાઇફોડના 4 કેસ નોંધાયા હતા.

ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે જનજીવનને ભારે અસર પડી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહથી મોરબીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધી જતા લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ કે કેન્ડીનૉ સહારો લઈ રહયા છે.જોકે કેટલાક વેપારીઓ દ્વારા ઠંડા પીણાંમાં હલકી ગુણવત્તાનો બરફ વાપરતા હોવાથી પાણી જન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ તે જ ગરમીને કારણે પણ ઋતુજન્ય બીમારીનું પ્રમાણ વધ્યું છે.મોરબી જિલ્લામાં એક સપ્તાહમાં 386 જેટલા જાડા ઉલ્ટીના કેસ નોંધાયા હતા.જોકે હિટ સ્ટ્રોકનાં એક પણ કેસ નોંધાયા ન હતા.હાલ ગરમીને હોસ્પિટલમાં દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.

જસદણમાં ધોમધખતા તાપના લીધે ઝાડા-ઊલટી અને તાવના કેસમાં વધારો
જસદણમાં ધોમધખતા તાપ અને ડહોળા પાણી વિતરણના લીધે શહેરભરમાં ઝાડા-ઉલટી અને તાવના કેસોમાં વધારો જોવા મળતા જસદણની સરકારી હોસ્પિટલમાં નોંધપાત્ર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જસદણની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ઝાડાના-50, ઉલટીના-45, તાવના-150, શરદીઅને ઉધરસના-400 જેટલા કેસો નોંધાયેલ છે. ત્યારે જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા નગરજનોને ચોખ્ખું પીવાનું પાણી આપવામાં આવે અને ખુલ્લામાં વેંચાતા ખાદ્ય પદાર્થો તેમજ ઠંડા પીણાઓના સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગણીઓ ઉઠવા પામી છે.

ઉનાળામાં ગરમીથી બચવા શું કાળજી લેવી
ઉનાળામાં વધુને વધુ પાણી પીવું,સુતરાઉ કાપડ પહેરવા,બપોરના સમયે જરૂર પડે તો જ બહાર નીકળવું,બહારથી આવી તરત જ ન નહાવું નહિ,ખુલ્લામાં પાણી ન પીવું કે ખુલ્લો ખોરાક ન ખાવો,બને ત્યાં સુધી જરૂરી ન હોય કે તબીયત્ત બરાબર ન હોય તો ઉપવાસ કરવાનું ટાળો. ડો.સી.એલ વારેવડીયા, જિલ્લા મેલેરીયા અધિકારી

અન્ય સમાચારો પણ છે...