તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં મહિલા પીએસઆઇના ત્રાસથી હેડ કોન્સ્ટેબલને હાર્ટએટેક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા વસંતભાઈ રાજુભાઈ વાઘેર સ્ટાફ સાથે એક અરજીની તપાસ માટે ઘૂંટુ ગામ ગયા હતા. સરકારી ગાડીમાં પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ વસંતભાઈની તબિયત લથડતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને હળવો હાર્ટએટેક હોવાનું નિદાન કર્યું હતું. વસંતભાઈએ ગુરુવારે હોસ્પિટલમાંથી જ એ ડિવિઝન પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. ગોંડલીયા જોહુકમી ચલાવે છે. ગઈકાલે એક વારંવાર અરજી કરતી મહિલાની અરજીની તપાસ વસંતભાઈને સોંપાતા વસંતભાઈ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ મહિલા પી.એસ.આઇ. ગોંડલીયાએ તેમની વિરુદ્ધ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી તેમને તપાસ સોંપી હતી. હોસ્પિટલ બિછાનેથી વધુ રોષ ઠાલવતા વસંતભાઇએ કહ્યું હતુ કે, આ પી.એસ.આઈ. ધડમાથા વગરની અરજીઓની તપાસ આપી કામનું ભારણ નાખે છે અને સસ્પેન્ડ કરવાની ધમકી આપે છે. હાલ તો એ ડિવિઝન પોલીસે હેડ કોન્સ્ટેબલના નિવેદન મુજબ તપાસ હાથ ધરી છે

આક્ષેપો તદ્દન ખોટા છે
વસંતભાઈએ કરેલા આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. અહીં રોજની ચાર થી પાંચ અરજીઓ આવે છે. જે બધાને એક એક તપાસ સોંપવામાં આવે છે. અહીં કામનું કોઈ જ ભારણ નથી આખા વર્ષમાં માત્ર ૨૨ ગુના નોંધાયા છે. જેમાંથી ૨૦ની તપાસ મેં પોતે કરી છે. એમને જે અરજીની તપાસ સોંપવામાં આવી તે પણ સામાન્ય તપાસ જ છે. માત્ર રૂટીન અને સામાન્ય કામકાજ રહે છે. હું કોઈ સ્ટાફ પ્રત્યે ભેદભાવ રાખતી નથી. અરુણાબેન ગોંડલીયા, મહિલા પી.એસ.આઇ

અન્ય સમાચારો પણ છે...