તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં હરિચરણદાસજી મહારાજનો જન્મ દિન ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ વિદેશમાં હજારો અનુયાયીઓ ધરાવતાં ગોંડલ નાં સંત મહામંડલેશ્ર્વર 1008 પુ.ગુરુદેવ હરીચરણદાસજી મહારાજ નો તા.11 એપ્રિલને ગુરુવારનાં 97 મો પ્રાગટ્ય દિન હોય સેવકગણ તથાં ભાવિકો માં અનેરો ઉત્સાહ પ્રવતી રહ્યો છે.

ગોંડલ ખાતે પ્રસિધ્ધ સદગુરુ રણછોડદાસજી આશ્રમ રામજી મંદીરે પુ.હરીચરણદાસજી મહારાજ ના જન્મદિન પ્રસંગે આવતી કાલ સવારે પ્રાંત મુહુર્તે પુ.હરીચરણદાસજી બાપુ દ્વારા સદગુરુદેવ પુ.રણછોડદાસજી બાપુ ની પ્રતિમા નું પુજન કરાશે.બાદમાં પુ.હરીચરણદાસજી બાપુ દ્વારા ભકતગણ ને આશિઁવચન અપાશે.બપોરે મહાપ્રસાદ નું આયોજન કરાયું છે. હાલ રામજી મંદીર ખાતે રામચરિત માનસ સમુહ પાઠ નું આયોજન ચાલું છે.જેમાં રોજીંદા હજારો ભકતજનો લાભ લઇ ભક્તિમય ધન્યતા અનુભવી રહ્યા છે.પુ.બાપુ નાં પ્રાગટ્ય દિન નિમિત્તે આજે સાંજ થી આવતીકાલ સવાર સુધી અખંડ રામધુન નું આયોજન કરાયું છે. પુ.હરીચરણદાસજી સને 1956 માં ગોંડલ ખાતે પધારી રામજી મંદીર સદગુરુ દેવ રણછોડદાસજી આશ્રમ ખાતે દરીદૃનારાયણ માટે અન્નક્ષેત્ર શરું કરી અલખ ની આરાધના સાથે સેવાં ની ધુણી ધખાવી હતી. રામજી મંદિર ખાતે પુ.બાપુ ની નિશ્રામાં રોજીંદા ધામીઁક કાયઁકર્મો સાથે અન્નક્ષેત્ર કાયઁરત છે.

અન્ય સમાચારો પણ છે...