લીલીયામાં ઉજાલાના લેમ્પ અને પંખા બદલવા ગ્રાહકોને હાડમારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયામાં વિજ કચેરી ખાતે ઉજાલાના ખરાબ લેમ્પ અને પંખા જેવી વસ્તુઓ બદલવા માટે કોન્ટ્રાકટરના કર્મચારીઓ આવતા જ નથી. પણ વિદ્યુતબોર્ડને કર્મચારીઓ આવતા ન હોવાનું દેખાતું નથી પણ ગ્રાહકોના વીજબીલમાંથી આ યોજનામાં ખરીદાયેલી વસ્તુના પૈસા કાપવાનું યાદ જરૂર આવી રહ્યું છે. એક તરફ છેતરાયેા ગ્રાહકો અત્યારે વિદ્યુતબોર્ડની મનમાનીથી હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે લીલીયાવાસીઓમાં કાતો ખરાબ થયેલા લેમ્પ અને પંખા બદલાવી આપો કાતો બીલમાંથી કપાતી રકમ બંધ કરવા માંગ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા ઉજાલા યોજના હેઠળ એલઇડી લેમ્પ રાહતદરે આપવામાં આવ્યા હતા. ત્યારે લીલીયામાં પણ આ લેમ્પનું વેચાણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દરરોજ વીજ કચેરીએ ગ્રાહકો લેમ્પ અને પંખા બદલવા માટે આવી રહ્યા છે. પણ બદલનાર માણસ જ ઓફિસ આવતો ન હોવાથી ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. લેમ્પ અને પંખાઓ બદલનાર કોઈ ન હોવાની વાત કરતા અધિકારીઓ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં આવશે. લાંબા સમયથી અહી કોઈ આવ્યું જ નથી . જેના પગલે લીલીયામાં સરકારીની યોજના હેઠળ ખરીદાયેલા લેમ્પ અને પંખાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહેલી તકે આ વાતનું કોઈ નિરાકરણ લાવે તેવી અહીના લોકોમાં માંગ ઉઠી છે.

આમ, વસ્તુ, રૂપિયા બંને તરફથી માર પડતા ગ્રાહકો ઉશ્કેરાયા.

અન્ય સમાચારો પણ છે...