તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલાટીઓની બદલી થતા અન્ય ગામોના ચાર્જ ન સોંપાતા હાલાકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલભીપુરા બ્યુરો | 27 ફેબ્રુઆરી

વલભીપુર તાલુકાની અંદર તાજેતરમાં જુના- બદલી થયેલા અને પ્રમોશનથી અન્ય સ્થળો ઉપર ગયેલા તલાટીઓનૌ ચાર્જ નહીં આપ્યાની ફરીયાદો ઉઠવા પામી છે.

આ અંગે મળતી વિગત મુજબ વલભીપુર તાલુકાની અંદર પખવાડીયા પૂર્વે તલાટીઓની બદલી સાથે પ્રમોશન મળતા તેમની અન્ય તાલુકા ખાતે બદલી થવા પામી છે. ત્યારે જે તલાટીઓની જે તે ગામનાં ચાર્જ નહીં સોપ્યાની ફરીયાદો અજરદારો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સુધી ફરીયાદ કરવા છતાં શા માટે બદલી થઇને આવેલ મંત્રી અને જે તે મંત્રી ને અન્ય ગામોનો ચાર્જ આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ હેતુ પૂર્વકનાં વિલંબનાં કારણે અરજદારોનાં કામ થતાં નથી.

તલાટી મંડળમાંથી મળતી વિગત મુજબ બદલી થઇ ને ગયેલા તલાટીઓ તેમજ પ્રમોશન મળેલ તલાટીનાં ગામો જેવા કે, દાત્રેટીયા, માલપરા,પાણવી ગામમાં જુના હિસાબો તેમજ રેકર્ડ વ્યવસ્થીત કરવા માટે જાણીજોઇને ચાર્જ સોંપવા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે. અને તાલુકા વિકાસ અધિકારીને આ બાબતની સંપૂર્ણ જાણકારી હોવા છતાં ઢાકપીછેડો કરવામાં આવી રહ્યો છે. આ અંગે તાકીદે તપાસ કરી ખાલી પડેલ ગામોમાં તલાટીઓની િનમણુંક કરવા માંગ ઉઠી છે.

રજૂઆત આવેલ નથી છતાં તપાસ કરાશે
હાલમાં ઘણાં તલાટીઓની બદલી અને પ્રમોશન આપવામાં આવેલ છે. અને તાલુકામાં ઘણાં તલાટીઓને વધારાની ગ્રામ પંચાયતોનાં ચાર્જ સોંપવામાં આવેલ છે. પરંતુ કયાં તાલાટીઓને ચાર્જ નથી મળેલ કે, તે અંગેની કોઇ ફરીયાદ કે, રજુઆત મારા સુધી આવેલ નથી.છતાં આ બાબતે મારી કક્ષાએથી તપાસ કરાવીશ કે.પી.પરમાર, ઈન્ચાર્જ.તાલુકા વિકાસ અધિકારી,વલભીપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો