તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુર પંથકમાં હનુમાન જયંતીની થશે ભવ્ય ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભીપુર બ્યુરો | 15 એપ્રિલ

વલભીપુર શહેરમાં આવેલ બહુચરાજી ચોકમાં બાલા હનુમાનજી તથા દરબારગઢ પાછળ આવેલ વાણીયાશેરી, ઢાળવાળા હનુમાનજી,રાંદલમાતા મંદિર પરીસરમાં બિરાજમાન ચંદ્રજા હનુમાન, પોલીસ સ્ટેશન પાસે આવેલ સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિર તેમજ શહેરનાં અન્ય વિસ્તારોમાં આવેલ નાના મોટા મંદિરો જગ્યામાં બટુક ભોજન કરવામાં આવશે. તેમજ શહેરના સુપ્રસીધ્ધ ભુતનાથ મહાદેવના મંદિરના પટાગણમાં આવેલ કંથારવાળા હનુમાનજી મહારાજ મંદિરે યજ્ઞ તેમજ સાંજના સમયે બટુક ભોજન રાખેલ છે. તાલુકાના કાનપર મુકામે આવેલ બાલા હનુમાનજી આશ્રમ દ્વારા પુજન, ધ્વજા રોહણ તથા બપોર મહાપ્રસાદ તથા રાત્રીના સુમારે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. તેમજ ગામોમાં પણહનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...