તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદમાં ગાજવીજ સાથે અડધો ઇંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબી રાહ જોવડાવ્યા બાદ શનિવારે હળવદમાં વરસાદનું આગમન થયું હતું. ભારે પવન ગાજ વીજ સાથે અડધો ઇંચ વરસાદ પડયો હતો. પવનને કારણે વૃક્ષ અને વિજપોલ ઉખડી પડ્યા હતા તો માળિયામાં પણ ધીમીધારે 8 મિમી વરસાદ પડી ગયો હતો. વાયું વવાઝોડું ફરી ગુજરાત તરફ ફાટતાં મોરબી જિલ્લામાં પણ તેની અસરથી મોરબીના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મેઘરાજાનું આગમન થયું હતું. હળવદમાં ગાજવીજ તેમજ ભારે પવન ફૂંકાયો હતો અને ગણતરીની મિનિટોમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ઉપડી ગયા હતા. બીજી તરફ માળિયા મિયાણામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો સતાવાર આંકડા મુજબ માળિયામાં આઠ મિમી વરસાદ વરસી ગયો હતો.વરસાદને પગલે બન્ને વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી હતી.

જસદણમાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં
જસદણમાં છેલ્લા ત્રણ દિવસથી વાયુ વાવાઝોડાના પગલે મેઘાવી માહોલ સર્જાયો હતો. જેના પગલે છેલ્લા ત્રણ દિવસથી જસદણ શહેર અને પંથકના આટકોટ, ગઢડીયા, શિવરાજપુર, બાખલવડ સહિતના ગામોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. ત્યારે આજે શનિવારે જસદણ શહેર અને પંથકમાં સવારથી મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે ઝાપટા વરસતા જાહેરમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. આ વર્ષે ચોમાસું સારું નીવડે તેવી ખેડૂત પુત્રોમાં આશા બંધાઈ હતી.

ધોરાજીમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી
ધોરાજીમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયુ હતુ. સ્ટેશન રોડ પર વૃક્ષ ધરાશાયી થતા કોઈપણ પ્રકારનું જાનમાલનું નુકશાન થયું ન હતું. પરંતુ રોડની એક સાઈડ અવર જવર માટે બંધ થઈ ગઈ હતી. આ બનાવ અંગે નગરપાલિકા ટીમને જાણ થતા સ્થળે પહોંચીને રોડ પર પડેલ વૃક્ષને દૂર કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...