તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનોત્સવ પૂર્ણ : વાનગી સ્પર્ધામાં 140 બહેનોએ બનાવ્યા પકવાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબી સ્થિત શનાળા રોડ પર સ્થિત પટેલ વાડીમાં આયોજિત ત્રીદિવસીય યુવા જ્ઞાનોત્સવના આજે અંતિમ દિવસે 09:30 કલાકે હેલ્ધી ફૂડ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત યંગ ઇન્ડિયા લેડીઝ વિંગ દ્વારા હેલ્ધી ફૂડ કોમ્પિટિશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં 140 જેટલી મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓનો રસથાળ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારની રેસીપીઓ શણગાર સાથે રજૂ કરાઈ હતી. અમદાવાદથી આવેલા મુખ્ય નિર્ણાયક ડૉ. હર્ષ ચાવડા સહિત જયશ્રીબેન ચૌહાણ, જ્યોત્શનાબેન પરાશર અને અલ્પાબેન મજમુદાર પણ રેસીપીઓની વિશાળ રેન્જ જોઈ-જાણી અચંબિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. હર્ષ ચાવડાનો માસ્ટર સેફના ટોપ 40માં સમાવેશ થયો છે. જેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક ફૂડ બ્લોગ પણ ચલાવે છે જે ખાસો પ્રચલિત છે.આ હેલ્ધી ફૂડ કોમ્પિટિશન માટે વહેલી સવારે આઠ વાગ્યાથી જ સ્પર્ધક મહિલાઓ આયોજનના સ્થળે પહોંચી ચુકી હતી. જે મોરબીની હેલ્થ પ્રત્યે જાગૃત મહિલાઓના ઉત્સાહના અભિવ્યક્ત કરનાર હતી. નિર્ણાયકોએ વાનગીઓની ન્યુટ્રીશન વેલ્યુ રેસીપીની સરળતા, રેસીપીમાં ઉપયોગમાં લેવાયેલ કાચી સામગ્રીઓ તેમજ તૈયાર ડિશના મનલુભાવન શણગારને ધ્યાને લઈને પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, નિર્ણયના અંતિમ તબક્કે પહોંચવા માટે નિર્ણાયકોને પણ ખાસ્સું મનોમંથન કરવું પડ્યું હતું. વિજેતાઓમાં પ્રથમ વિજેતા મનીષાબેન શીરવી (સ્પર્ધક ક્રમ નંબર 100- ભથવાની ભાજી વિથ કેરેટ), બીજા નંબરે નીતાબેન બાવરવા (સ્પર્ધક ક્રમ નંબર 46- મલ્ટી ગ્રેઈન લઝાનીયા) અને તૃતીય નંબરમાં ટાઈ થતા ત્રણ વિજેતાઓ જાહેર થયા હતા. જેમાં ચેતનાબેન પારેખ (સ્પર્ધક ક્રમ નંબર 107- ઘઉંનો ચેવડો ) અને જાગૃતિબેન વામજા (સ્પર્ધક ક્રમ નંબર 62- રાગી કુલેર), પીનલબેન સાણંદીયા (સ્પર્ધક નંબર 79 -એલો યોગર્ટ )વિજેતા રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો