તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની સમૃદ્ધિમાં ગુજરાતના યાર્ડોનો સિંહફાળો, જણસોના સારા ભાવ આપવા બાબતે પણ મોખરે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
માણસનું જીવન પરિવર્તનશીલ છે. જેનો આ પૃથ્વી પર જન્મ થયો છે તેને સુખ દુખ બંનેની અનુભૂતિ થાય જ છે. પણ જીવનમાં સતત સમસ્યાઓ આવતી હોય તો માણસને ચિંતા થવા લાગે કે આ શું થઇ રહ્યું છે? ક્યારેક નસીબ તો ક્યારેક વડવાઓના લીધે સમસ્યા આવતી હોય તેવું લાગે. વાસ્તુ એ ઉર્જાનું વિજ્ઞાન છે. જયારે ઉર્જા નકારાત્મક હોય ત્યારે પણ સમસ્યા આવી શકે. ક્યારેક કૃષિકારને અચાનક એવું લાગે કે વારંવાર અકસ્માત થાય છે. વિનાકારણ કોઈની સાથે ઉગ્રતા થઇ જાય કે પછી કોર્ટ કચેરી સુધી વાત પહોંચી જાય ત્યારે વિચાર આવે કે નૈરુત્ય દિશા તરફ એક નજર નાખવી જોઈએ. સામાન્ય રીતે ચોરસ અથવા લંબચોરસ ખેતર હોય તો તે સારા આકારો ગણાય છે. પણ જયારે દક્ષીણ અને પશ્ચિમની વચ્ચેની દિશા એટલેકે નૈરુત્ય દિશામાં દક્ષીણ તરફથી ભાગ અંદર આવતો હોય ત્યારે વારમવાર સમસ્યાઓ આવે. મન પર બોજો રહે અને ઉગ્રતા વાળું વાતાવરણ રહે જેના કારણે ખેતીમાં મન ન લાગે. નાની અમથી વાતમાં ગુસ્સો આવે અને પોતાની મહેનત પર પાણી ફેરવવા સુધીના વિચારો આવે. મન અશાંત રહ્યા કરે. પણ જો નૈરુત્ય દિશામાં પશ્ચિમ તરફનો ભાગ અંદર આવે તો સમસ્યાઓ અલગ પ્રકારની રહે. રૂંધામણ થાય. કોઈ પણ કાર્યમાં ધારી સફળતા ન મળે. દુખ અને ચિંતાઓ રહે. કાયદાકીય સમસ્યાઓ અહી પણ થઇ શકે. આ બંને પ્રકારના આકારો ભારતીય વાસ્તુની રીતે નકારાત્મક ગણાય છે. ખેતરના આકારથી ઉદ્ભવતી નકારાત્મક ઉર્જાની અસરથી ગભરાયેલી વ્યક્તિ ક્યારેક આ અસરને પિતૃ દોષની અસર માની બેસે છે. પણ હકીકતમાં વાસ્તુની નકારાત્મક ઉર્જાની આ અસર હોઈ શકે છે. ભારતીય વાસ્તુમાં આવી સમસ્યાઓનો ઉપાય પણ છે જ.મયંક રાવલ, વાસ્તુ સાયન્ટીસ્ટ

ગુજરાતના ખેડૂત અને માર્કેટ યાર્ડ એટ-અ-ગ્લાન્સ
ગુજરાતના યાર્ડોમાં માર્કેટ સેસ અન્ય રાજ્યો કરતા ઘણી નીચી, જણસો મુજબ100 રૂપિયા દીઠ માત્ર 40 થી 70 પૈસા

દેશના અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતના ખેડૂતોને પોતાના માલોના સૌથી વધુ ભાવ મળી રહ્યાં છે

કપાસ, મગફળી, જીરૂ, મરચા, એરંડા સૌરાષ્ટ્ર-ગુજરાતના મુખ્ય પાકો, ખેડૂતોને યોગ્ય વેચાણ માળખું મળી રહે તેવી વ્યવસ્થા

અન્ય રાજ્યોમાં ખેડૂતો-માર્કેટ યાર્ડની દયનીય સ્થિતી જ્યારે ગુજરાતના માર્કેટ યાર્ડ તેમજ ખેડૂતો ઘણાં સમૃદ્ધ છે.

ગુજરાતમાં 450થી વધુ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ, 50 લાખથી વધુ ખેડૂતો, લોન ચૂકવણીમાં પણ ગુજરાતના ખેડૂતો આગળ

દેશના ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં ગુજરાત ત્રીજા ક્રમે, સરેરાશ માસિક આવક 8500થી વધુ

અન્ય રાજ્યના યાર્ડ ભલે પછાત હોય, ખેડૂત પૂત્રો માટે લાયબ્રેરીની સુવિધા પૂરી પાડે છે
ખેડૂતો માટે તો સરકાર તથા માર્કેટ યાર્ડે ધણું કર્યું પરંતુ તેના પરિવાર માટે શું...? મહારાષ્ટ્રના માર્કેટ યાર્ડ ભલે પછાત હોય પરંતુ બુધલાણા જિલ્લામાં આવેલ ખામગાંવ માર્કેટ યાર્ડ ખેડૂતના સંતાન માટે કોઇ પણ ચાર્જ વગર લાઇબ્રેરીની સુવિધા પૂરી પાડે છે. ખામગાવના સચિવ મુકુટરાવ ભીસે અને પૂર્વ ડિરેક્ટર વિવેક મોહતાએ જણાવ્યું કે અમારી લાઇબ્રેરી વર્ગખંડ જેવી છે. સવારથી સાંજ સરેરાશ 150 જેટલા વિદ્યાર્થીઓ લાઇબ્રેરીનો નિયમિત પણે લાભ લે છે. 2016થી ચાલી રહેલી આ લાઇબ્રેરીમાંથી સરેરાશ 20 જેટલા ખેડૂત સંતાન રેલવે, પંચાયત સમિતિ, વનવિભાગ, બેંક, કોર્ટ, પોલિસ, જજ તરીકે ટોચના પદ પર નોકરીઓ પણ મેળવી છે. માત્ર ખામગાવ જ નહિં આસપાસની દસથી પંદર જેટલી મંડીઓમાં આ રીતે વિદ્યાર્થીઓ માટે વર્ગ ચલાવવામાં આવે છે. જો ગુજરાતના માર્કેટ યાર્ડ ખરેખર સમૃદ્ધ હોય તો ખેડૂત સંતાનો માટે લાઇબ્રેરી શરૂ કરી ઉત્તમ દાન વિદ્યાદાનનો ચીલો શરૂ કરી શકે છે.

કૃષિ ભાસ્કર | સુરત

મોલોમશી:મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી ks એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે 1.8SC (લાન્સરગોલ્ડ) @ 50gm/ 15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @ 6ml /15Ltr પાણી મુજબ છાંટો.

લીલા તડતડિયા: લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

થ્રીપ્સ:થ્રીપ્સથી વિષાણુજન્ય અગ્રકલિકા નો સુકારો રોગ ફેલાય છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20ml/15Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી:સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો