તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુલતાનપુરમાં ગુજરાત સરકાર દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટટ મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તા.23થી 27 સપ્ટેમ્બર સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત એસઆરપી ગ્રૂપ-એની ટીમ દ્વારા કુમારશાળા સુલતાનપુરમાં શાળા સલામતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વિશેની તમામ માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા આપેલા તમામ સાધનો સાથે SRPની 10 વ્યક્તિની ટીમ કુમાર શાળા-સુલતાનપુર ખાતે આવ્યા હતા. જેમાં પૂર, ભૂકંપ, વાવાજોડું, આગ, વગેરે પહેલાં પછી અને દરમ્યાન શુ કરવું, શુ ન કરવું જેની વ્યવસ્થિત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી, આ ઉજવણી દરમ્યાન પોતાનો જીવ બચાવી શકાય અને બીજાનો જીવ પણ બચાવી શકાય તેમની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...