તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધારી- બગસરા રૂટની ST બસ અનિયમિત: મુસાફરાે પરેશાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધારી-બગસરા રૂટની સાંજે સાત વાગ્યે ઉપડતી બસ વાયા માેણવેલ, ભાડેર, કાગદડી, સમઢીયાળા જતી બસ ધારી ડેપાેમાથી અવારનવાર ગમે ત્યારે કેન્સલ કરી દેવામા અાવતી હાેય મુસાફરાેને મુશ્કેલી પડી રહી છે. ત્યારે અા પ્રશ્ને ધારી ડેપાે મેનેજરને રજુઅાત કરાઇ છે.બગસરાના દેવાંશુભાઇ વ્યાસ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયુ હતુ કે ધારી બગસરા રૂટની બસની અનિયમિતતાથી મુસાફરાે હેરાનગતિ અનુભવી રહ્યાં છે. સાંજના સમયે છેલ્લી બસ હાેવાથી બગસરા જવા માટે કાેઇ સુવિધા નથી. સાંજના 5 વાગ્યે ધારી રાજકાેટ લાેકલ બસ ઉપડી ગયા પછી છેક સાંજના સાત કલાકે બસ મળે છે. અને અા બસ પણ અવારનવાર કેન્સલ કરવામા અાવે છે. જેના કારણે અપડાઉન કરતા મુસાફરાેને હાલાકી ભાેગવવી પડી રહી છે.અનેક મુસાફરાેઅે અપડાઉન માટે પાસ કઢાવેલાે હાેય છે. વારંવાર બસ કેન્સલ થવાથી ધારીથી અમરેલી અને અમરેલીથી બગસરા જવુ પડી રહ્યું છે. ત્યારે અા રૂટની બસ નિયમિત દાેડાવવા માંગ કરી છે.

બસ કેન્સલ થતા લોકોને ધારીથી અમરેલી બાદ બગસરા જવું પડે

ડેપાે મેનેજરને રજુઅાત કરાઇ : અપડાઉન કરતા લાેકાેને હાલાકી

અન્ય સમાચારો પણ છે...