તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા પંથકમાં વરીયાળીના પાકમાં ગુદીયાના રોગ, કાળી મચ્છીનો ઉપદ્રવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરીયાળીનુ વાવેતર દ્વારા ખેડૂતો કરવામા આવે છે અને પાક નીકળવાની તૈયારીમાં છે. ત્યારે વરીયાળીના પાકમાં ગુદીયાના રોગ અને કાળી મચ્છીથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. જો કે યોગ્ય દવાનો છંટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાય તેમ કૃષિ નિષ્ણાંત દ્વારા જણાવાયુ હતુ.

ધ્રાંગધ્રા પંથક પીયત વિસ્તાર તેમજ નર્મદા કેનાલની સુવિધા હોવાથી ચોમાસામાં 150 હેકટરમાં ખેડૂતોએ વરીયાળીનુ વાવેતર કર્યુ છે. અને વરીયાળીના પાકમા ફાલ, દાણા સાથે પાક નીકળવાની તૈયારમાં છે. આ અંગે ખેડૂત ડાયાભાઈ દલવાડીએ જણાવ્યું કે વરીયાળીના પાકનુ વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી.પણ વરીયાળી પાક ઉપર આવી ગયા છે. થોડા દિવસથી ગુદીયાનો રોગ અને કાળી મચ્છીનો ઉપદ્રવ વધતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ત્યારે ખેડૂતોને મોમા આવેલો કોળીયો ઝુટવાઈ જવાની ભીત તેમજ વરસાદ બાદ રોગના નુકસાનથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયા છે. આ અંગે કૃષિનિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે વરીયાળીમાં ગુદીયાના રોગ ઝાકળને લીધે આવે છે. અને કાળી મચ્છી વરયાળીના દાણા ચુસી જાય છે. આથી નુકશાન થાય છે. તેમ છતા પાકમાં માઈકોઝેમ પાવડર અને પાઈડ દવાનો છંટકાવ કરી નિયંત્રણ મેળવી શકાય છે. અને જરૂર જણાય તો કૃષિનિષ્ણાંતોને રૂબરૂ મુલાકાત લેવડાવી સલાહ લેવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...