તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીર કાંઠાના અમરેલી જીલ્લાના ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીર કાંઠાના અમરેલી જીલ્લાના ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે. રેવન્યુ વિસ્તારમાં સાવજોની વસતી વધી રહી છે. જેના કારણે શિકારની ઘટનાઓ પણ વધી રહી છે. જો સાવજોને સીમમાં શિકાર ન મળે અને પાણી ન મળે તો અવાર નવાર તે કોઇપણ ગામડામાં ઘુસી આવે છે. શિકાર અને પાણીની શોધ તેને ગામડામાં ખેંચી લાવે છે. જો કે સાવજો દિવસના સમયે કોઇ ગામમાં ઘુસતા નથી. રાત્રીના સમયે જ ગામડાઓમાં ઘુસે છે. આવી એક વધુ ઘટના ગઇરાત્રે ધારી તાલુકાના ચલાલા નજીક આવેલા સરંભડા ગામમાં બની હતી. જ્યાં રાત્રીના સમયે એક સાવજ ગામની ગલીઓમાં ઘુસી ગયો હતો. સાવજે શિકારની શોધમાં ગામની ગલીઓમાં આટા માર્યા હતાં અને બાદમાં ફરી સીમની વાટ પકડી હતી. સવારે આ વાતની જાણ થતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો