તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુંદરગઢમાં બાઈક ભટકાવા મુદ્દે જુથ અથડામણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદના સુંદરગઢ ગામે રામજી મંદિર ચોક પાસે સામસામે બાઇક અથડાવાની બાબતનું મનદુઃખ રાખીને બે જૂથ સામસામે આવી ગયા હતા. જેમાં લોખંડના પાઇપ, ધોકા વડે મારામારી થતા બંને પક્ષે લોકોને ઇજાઓ થઇ હતી. આ બનાવની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા વિપુલભાઈ મેરાભાઇ ચરમારી બે દિવસ પહેલા સુંદરગઢ ગામે રામજી મંદિર ચોક પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે નવઘણભાઈ ખંભાડીયાના બાઈક સાથે અથડાયું હતું જે બાબતનો ખાર રાખીને નવઘણભાઈ ખાંભડીયા, પ્રવીણભાઈ ઇશ્વરભાઇ, બહાદુરભાઇ અવચરભાઇ, દિનેશભાઈ બાલાભાઈ ખાંભડીયા, વજુભાઈ બહાદુરભાઈ, રામીબેન વજુભાઈ ખાંભડીયા, ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઈ, વાઘજીભાઈ બાલાભાઈ ખાંભડીયા, નવઘણભાઈ ખંભાડીયાના પત્ની, બળદેવભાઈ ભુપતભાઈ ખાંભડીયા, માનસંગભાઈ રામસિંગભાઈ ખાંભડીયા, ભુપતભાઈ બાલાભાઈ અને તેના પત્ની તેમજ પ્રવીણભાઈના પત્ની અને જયદેવભાઈ નવઘણભાઈએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા, પાવડાના હાથા જેવા હથિયારોથી વિપુલભાઈને માથાના કમરના ભાગે તેમજ શરીરના ભાગે માર માર્યો હતો. તેમજ જેરામભાઈ, સવિતાબેન અને કુકાભાઇ ગોરધનભાઇને પણ માર મારી હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનારે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષેથી નવઘણભાઈ અવચરભાઇ ખાંભડીયાએ વિપુલભાઈ મેરાભાઈ, રાહુલભાઈ મેરાભાઈ, જેરામભાઈ મેરાભાઈ, મેરાભાઈ કમાભાઈ, કુકાભાઈ ગોરધનભાઈ અને સવિતાબેન મેરાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા બાઇક અથડાવાની બાબતનો ખાર રાખીને આરોપીઓએ ધોકા જેવા હથિયારો ધારણ કરીને મધુબેન, બળદેવભાઈ, વજુભાઈ, ભુપતભાઈ, બહાદુરભાઇ, વાઘજીભાઇ સહિતનાઓને માર માર્યાનું જાણાવ્યુ હતુ.આ બનાવના ઇજાગ્રસ્તોને મોરબી તેમજ હળવદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. હળવદ પોલીસે બનાવમાં સામસામી ફરિયાદ નોંધીને આરોપી ને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.

બન્ને પક્ષોના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હળવદ અને મોરબી લઇ જવાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો