તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદા-દાદીનું પૌત્રએ જીવતા જગતિયું કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણાં કિસ્સાઓમાં પોતાના સંતાનો પોતાના મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકતાં હોય છે. જેમને લઈને આજે ઠેરઠેર વૃધ્ધાશ્રમો અને તેમા આશ્રિત વૃધ્ધોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે પરંતુ ગોંડલના દેરડી(કુંભાજી) ગામે એનઆરઆઈ પૌત્રએ પોતાના દાદા-દાદીનુ જીવતા જગતીયુ કરીને એક અનોખો સમાજને રાહ બતાવ્યો છે.

દેરડી(કુંભાજી) ગામના પરસોતમભાઈ ઘુસાભાઈ ખાતરા અને તેમના ધર્મપત્ની શાંતાબેન આજે 90 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. તેમને સંતાનમાં 2 પુત્રો અને 2 પુત્રી છે. જેમાંના મોટા પુત્ર ચંદુભાઈના પુત્ર મિતેશભાઈ ખાતરા આજે મલેશીયા રહે છે. તેઓ આગામી દિવસો અમેરીકામાં વસવાટ કરવા જઈ રહ્યાં છે ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા વયોવૃદ્ધ દાદા-દાદીનુ જીવતાં જગતીયુ કરવાનો સંકલ્પ કરીને તાત્કાલિક અમલ પણ કર્યો હતો. પરસોતમભાઈ અને શાંતાબેન ખાતરા આજે તેમની ચોથી પેઢી જોઈ રહ્યાં છે. ત્યારે તેમના એનઆરઆઈ પૌત્રે કરેલ જીવતા જગતીયાને લઈને બે દિવસના યોજાયેલ કાર્યક્રમમાં શોભાયાત્રા સાથે ગામના દરેક મંદિરોના દર્શન, લોક ડાયરો, હવન, ભોજન સમારંભ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામા દેશ ભક્તિ ગીતો સાથે શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. તો બીજી તરફ લોકડાયરામાં એકઠી થયેલ રકમ ગાયોના ઘાસચારા માટે દાન કરવામાં આવ્યું હતું.નાના એવા દેરડી કુંભાજી ગામે પ્રથમ વખત યોજાયેલ જીવતા જગતીયાનો ઉત્સવ સમાજને પ્રેરણા આપતો પણ બન્યો હતો.

દેરડી કુંભાજી ગામે પ્રથમ વખત યોજાયેલ જીવતા જગતીયાનો ઉત્સવમાં ખાતરા પરિવાર નજરે પડે છે. તસવીર : હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો