તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે શરૂ કરેલી નવી યોજના \"વ્હાલી દિકરી \'

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરકાર દ્વારા થોડા સમય પહેલા \\\"વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ગત 2 ઓગષ્ટ કે ત્યારબાદ જન્મેલી દીકરીઓના પરિવારજનો દ્વારા 1 વર્ષની અંદર જરૂરી કાગળો સાથે અરજી કરી શકાશે. જે અંતર્ગત કેશોદની વાત કરીએ તો આ કામગીરી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,ધર્મદીપ કોમ્પ્લેક્ષ વાળી શેરી ખાતે શરૂ કરવામાં આવી છે.જેમાં સવારે 11 થી 5.30 વાગ્યા સુધી ફોર્મ રજૂ કરી શકાશે. આ યોજનાને લઈ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત આ કેન્દ્ર ખાતે વિધવા સહાય યોજનાને લઈ પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનામાં દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે 4 હજાર,9 માં પ્રવેશ મેળવે ત્યારે 6 હજાર અને 18 વર્ષ પૂર્ણ થયા બાદ ઉચ્ચશિક્ષણ કે લગ્ન સહાય તરીકે 1 લાખની સહાય આપવામાં આવશે.

કઇ જગ્યાએ જઇ ફોર્મ ભરી શકાશે
આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓ આંગણવાડી કેન્દ્ર કે આઇસીડીએસ શાખાનો સંપર્ક કરી ફોર્મ ભરી શકશે. આ સિવાય મુખ્ય સેવિકા પાસે પણ ફોર્મ ભરાવી શકશે. અને આ યોજનાનો લાભ 2 ઓગષ્ટ 2019 પછી જન્મેલી દિકરીને જ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો