તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલના યુવાને પિતાની પુણ્યતિથિએ સરકારી શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણકિટ અર્પણ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલના યુવાને પિતાની પુણ્યતિથિ નિમિત્તે બાળકોને શૈક્ષણીક કીટ વિતરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગોંડલના યુવાન ધર્મેશભાઈ વિરડીયાએ પિતા છગનભાઇ વિરડીયાની 39મી પુણ્ય તિથિ નિમિતે તેમના પરિવારે કુમાર શાળા નં.5(અ) ગોંડલના બાળકોને શૈક્ષણિક કીટ આપી સુંદર સેવાકીય કાર્ય કરી પિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ધર્મેશભાઈના પિતાનું 39 વર્ષ પહેલાં અવસાન થયેલ ત્યારે ધર્મેશભાઈની ઉમર નાની હતી. ખૂબ સંઘર્ષ કરી તેઓ આગળ આવ્યા અને અનેક પ્રકારની સેવાઓ કરતા રહ્યા છે. તા.15ને શનિવારે તેમના પિતાની 39મી પુણ્ય તિથિ નિમિતે બીજા ખર્ચા કરવા કરતાં એક ખૂબ જ સુંદર વિચાર કરી ગરીબ બાળકોના શિક્ષણ માટે સહાયરૂપ બન્યા હતા. આ કાર્ય બદલ ગોંડલની કુમાર શાળા નંબર-૫(અ)ના તમામ બાળકોને સુંદર મજાની શૈક્ષણિક કીટ બનાવી તેમના માતા ચંપાબહેન તથા બહેન અને પોતાના હસ્તે બાળકોને કીટ અર્પણ કરી હતી. ધર્મેશભાઈએ બાળકોને આગળ વધવા ભણવું ખૂબ જરૂરી છે, તેવું માર્ગદર્શન આપ્યું અને શાળાના આચાર્ય અશોકભાઈ શેખડાએ તથા સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...