તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડમાં રવીપાક કૃષિ શિબિર, સહકારી પરિવાર સ્નેહ મિલન, સન્માન સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે રવિપાક કૃષિ શિબિર, સહકારી પરિવાર સ્નેહ મિલન તથા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કૃષિ શિબિરમાં ગોંડલ બજાર સમિતિમાં 35 વર્ષ કરતાં વધુ સમય માટે સક્રિય રીતે સેવા આપનાર, રાજકોટ જિલ્લા સહકારી બેંક રાજકોટ જિલ્લા સહકારી સંઘ વગેરે સહકારી સંસ્થાઓમાં લાંબો સમય સેવા આપનાર અને કૃભકો દ્વારા સહકારી વિભૂષણ એવોર્ડથી નવાજિત મગનભાઈ ઘોણીયાને સન્માનિત કરાયા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની તાકીદથી નગરપાલિકા ગોંડલ તરફથી માર્કેટિંગ યાર્ડમાં રોડના કામ મંજૂર કરવા બદલ પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા નું સન્માન કરાયું હતું તેમજ નવા માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા 35 લાખના ખર્ચે દ્રાયર પ્લેટફોર્મ નું ભૂમિ પૂજન તથા ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે, તેમજ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન કાયદા CAA 2019 અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે એપીએમસીના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સાંસદ રમેશભાઈ ધડુક, યાર્ડના વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો