તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ નાગરિક બેન્કમાં ઢોલનો ઢોલ વાગ્યો : 10 વર્ષ બાદ ભાજપને શાસન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ નાગરીક સહકારી બેન્કમાં ચેરમેન સહીતનાં હોદાઓની ગુરુવારે યોજાયેલ ચુંટણીમાં જેમને કેન્દ્રમાં રાખી ચુંટણી યોજાઇ હતી તેવાં સહકારી અગ્રણી જયંતિભાઇ ઢોલ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતાં. જયારે વાઇસ ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં એમ.ડી.પદે ડો.પ્રમોદભાઇ પટેલ ચુંટાતા નાગરીક બેન્ક પર દશ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો હતો. રાજનિતીમાં કહેવતો ઘણીવાર યથાર્થ ઠરતી હોય છે અહીં પણ એજ બન્યું ‘ધાર્યુ ધણીનું થયું’ હોય તેમ માર્કેટ યાડઁનાં રાજકારણમાંથી જેમને ધરાર નિવૃતિ અપાઇ હતી તેવાં હેવી વેઇટ જયંતિભાઇ ઢોલ ફરી બેન્કનાં ચેરમેન બન્યાં છે. અગાઉ દશ વર્ષથી વધુ સમય સુધી તેમણે નાગરીક બેન્કનું સફળ સંચાલન કરી રાજકોટ બેન્કની શાખાનું અદ્યતન બિલ્ડીંગ બનાવ્યું હતું. અલબત કેટલીક અપાયેલ લોન અંગે વિવાદો પણ થવાં પામ્યાં હતાં. તેમ છતાં જયંતિભાઇ ઢોલ બેન્કનાં પર્યાય રુપ બની રહ્યાં હતાં. ગુરુવારે સવારે અગીયાર કલાકે નાગરીક બેન્ક ખાતે ચુંટણી અધિકારીની હાજરીમાં યોજાયેલ ચુંટણીમાં પૂર્વ ચેરમેન યતિશભાઇ દેસાઇ તથાં તેમની પેનલનાં ચુંટાયેલા ઓમદેવસિંહ જાડેજા જયારે ભાજપ પ્રેરીત પેનલનાં સાંસદ રમેશભાઈ ધડુકને બાદ કરતા સાત સદસ્યોની હાજરીમાં ચુંટણી યોજાઇ હતી. સાંસદ રમેશભાઈ ધડુક દિલ્હી હોય હાજર રહીં શક્યાં ન હતાં, અનામત બેઠક પર બિનહરીફ બનેલાં દિપકભાઇ સોલંકીએ જયંતિભાઇ ઢોલને ટેકો આપ્યો હતો. ગત ટર્મમાં તેઓ યતિશભાઇ સાથે જોડાયેલા હતાં. ચુંટણી બાદ બેંક ખાતે ઉમટી પડેલ ભાજપનાં સમર્થકોએ ફટાકડાં ફોડી વિજયને વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...